Thursday, 28/03/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના વડવાસ ગામે પોલીસે વોચ દરમિયાન વિદેશી દારૂના જથ્થા સાથે બે લોકોને ઝડપી જેલ ભેગા કર્યા…

ફતેપુરા તાલુકાના વડવાસ ગામે પોલીસે વોચ દરમિયાન વિદેશી દારૂના જથ્થા સાથે બે લોકોને ઝડપી જેલ ભેગા કર્યા…

શબ્બીર સુનેલવાલ/ વિનોદ પ્રજાપતિ:- ફતેપુરા 

ફતેપુરા તાલુકાના વડવાસ ગામે ઊડવેલા ફળિયામાં પોલીસની વોચ દરમિયાન ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઈસમોની ધરપકડ કરવામાં આવી

રાજસ્થાન તરફથી વડવાસ ગામ તરફ મોટરસાયકલ પર દારૂ લઈને પસાર થતા દારૂ અને મોટરસાયકલ રૂપિયા 45,920 નો મુદ્દામાલ ઝડપી પાડયો:નાના સલરા ગામના બે આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા

ફતેપુરા તા.02

ફતેપુરા તાલુકાના નાના સલરા ગામના રહેવાસી આરોપીઓ રાજસ્થાન તરફથી મોટરસાયકલ પર દારૂ લઈને જતા વડવાસ ગામેથી પોલીસની વોચ દરમિયાન ઝડપાઇ જતા બંને આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેલ છે પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લામાં દારૂ-જુગાર ની પ્રવૃતિને અટકાવવા માટે પોલીસ મહાનિર્દેશકશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી પ્રોહીબીશન જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા માટે સ્પેશિયલ ડ્રાઇવ નું આયોજન કરવામાં આવેલ હતું દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર ની સૂચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક ઝાલોદ બી વી જાદવ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી ડામોર ની દારૂ જુગારની પ્રવૃત્તિ નેસત નાબૂદ કરવાની સુચના અનુસાર અને માર્ગદર્શન હેઠળ ફતેપુરાના પી એસ આઇ સી.બી. બરંડા તથા પોલીસ મુકેશકુમાર ઉદેશી પીન્ટુભાઇ સુભાષ ભાઈ અને કલ્પેશકુમાર ડાયાભાઈ તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાજસ્થાન તરફથી GJ 16 AE 0 301 ની ઉપર બે ઈસમો ઇંગલિશ દારૂ લઇ રાજસ્થાન થી વડવાસ ગામ તરફ આવવાના છે ના બાતમીના આધારે વડવાસ ગામે વોચ તપાસ રાખતા વિમલ ના થેલામાં ઇંગ્લિશ દારૂ રૂપિયા 25 920 નો તેમજ મોટરસાયકલ રૂપિયા 20 000 મળીને રૂ 45 920 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી નટવરભાઈ રમણભાઈ નિસરતા તેમજ મગનભાઈ અંણગારા ભાઈ નિસરતા બંને રહેવાસી નાના સલરા ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો.

error: Content is protected !!