Thursday, 20/01/2022
Dark Mode

દાહોદ નગરપાલિકાના અરજદારને માહિતી પુરી પાડવા ઠાગાઠૈયા:પાલિકા દ્વારા જાહેર નાણાકીય વ્યવહારોમાં ગેરરીતીની ગંભીર નોંધ લઇ અરજદાર ને દિન 7 માં સર્ટિફાઈડ નકલો સાથેની માહિતી પુરી પાડવા પ્રાદેશિક કમિશ્નર કચેરીએ કર્યા આદેશ

દાહોદ નગરપાલિકાના અરજદારને માહિતી પુરી પાડવા ઠાગાઠૈયા:પાલિકા દ્વારા જાહેર નાણાકીય વ્યવહારોમાં ગેરરીતીની ગંભીર નોંધ લઇ અરજદાર ને દિન 7 માં સર્ટિફાઈડ નકલો સાથેની માહિતી પુરી પાડવા પ્રાદેશિક કમિશ્નર કચેરીએ કર્યા આદેશ

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…..

દાહોદ તા.16

દાહોદ નગરપાલિકાની ચુંટણીને લઈને હાલ રાજકીય માહોલમાં ગરમાગરમી જોવા મળી રહી છે. તેમજ રાજકીય પક્ષોએ પોતાના વિરોધીઓને માત આપવા માટે ખાસ વ્યૂહરચના તૈયાર કરી લીધી છે.જેને લઈને શહેર સહીત જિલ્લાવાસીઓ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તેવા સમયે દાહોદ નગર પાલિકાના વહીવટમાં ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર કર્યો હોવાની આશંકાને લઇને શહેરના જાગૃત નાગરિકો દ્વારા માહિતી માંગી હતી.ત્યારબાદ માહિતીનો 30 દિવસનો સમયગાળો પૂરો થયા બાદ પણ અરજદારને માંગેલ માહિતી પૂરી ના પાડતા આખરે આ બાબતે ઉચ્ચકક્ષાએ લેખિતમાં અપીલ કરતા ઉચ્ચ કક્ષાએથી રૂબરૂ સુનવણી દરમિયાન નગરપાલિકાના સત્તાધિકારીઓ પાલિકાના દસ્તાવેજો સાથે છેલ્લી બે મુદ્દતથી ગેરહાજર રહેતા તેમજ માહિતી પૂરી પાડવા ઠાગાઠૈયા કરતા હોવાનું ધ્યાને આવતા પ્રાદેશિક કમિશનર વડોદરાએ અરજદાર દ્વારા માંગેલ માહિતીની સર્ટીફાઈડ નકલો સાથે દિન 7 માં આપવાનો આદેશ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

વધુ મળતી માહિતી પ્રમાણે દાહોદ શહેરના એક જાગૃત નાગરિકે દાહોદ નગરપાલિકાના વહીવટમાં ગેરરીતી આચરી ભ્રષ્ટાચાર કર્યો હોવાની આશંકાએ દાહોદ નગરપાલિકામાં માહિતી માંગી હતી.પરંતુ માહિતી માંગ્યાના 30 દિવસના સમયગાળામાં પાલિકા દ્વારા કોઈપણ જાતનો પ્રત્યુત્તર ન આપતા અરજદારે પ્રાદેશિક કમિશ્નર કચેરી વડોદરા ખાતે રૂબરૂ અપીલ તેમજ સુનવણી કાજે અરજી કરતા તે અરજીના સંદર્ભમાં પ્રાદેશિક કમિશ્નર કચેરી વડોદરાના આસિસ્ટન્ટ પબ્લિક ઇન્ફર્મેશન ઓફિસર(APIO) એ તારીખ 27.01.2021 ના રોજ નગર પાલિકાના સત્તાધીશોને દસ્તાવેજો સાથે રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું હતું.જોકે પાલિકાના સત્તાધીશો આ રૂબરૂ સુનાવણીમાં ગેરહાજર રહેતા આ મામલે પબ્લિક ઇન્ફર્મેશન ઓફિસરની સીધી દેખરેખમાં દસ્તાવેજો તૈયાર કરી આગામી 03.02.2021 ના રોજ અત્રેની પ્રાદેશિક કમિશનર કચેરી ખાતે રૂબરૂ સુનાવણી દરમિયાન હાજર રહેવાનું તાકીદે ફરમાન કરાયું હતું.જોકે પાલિકાના સત્તા અધિકારીઓએ ચૂંટણીલક્ષી કામગીરીનો હવાલો આપી લાંબી મુદત આપવાની માંગણી કરી સુનવણી દરમિયાન બીજી વખત ગેરહાજર રહ્યા હતા.જે માહીતી અધિકારના કાર્યક્ષેત્રમાં આવતું ન હોવાથી તેમજ સુનાવણી દરમિયાન હાજર અરજદારની રજૂઆતોને ગંભીરતાથી લઇ પાલિકાના ચીફ ઓફિસર અરજદારને માહિતી પુરી પાડવા ઠાગાઠૈયા કરતા હોવાનું તેમજ પાલિકાના વહીવટમાં જાહેર નાણાકીય વ્યવહારોમાં ગેરરીતી આચર્યું હોવાનું પ્રતીત થતાં પ્રાદેશિક કમિશનર કચેરી વડોદરાએ આ મામલે ગંભીર નોંધ લઇ અરજદારની માહિતી અધિકાર અધિનિયમ હેઠળની અરજીને ગ્રાહ્ય રાખી માંગવામાં આવેલ માહિતીની સર્ટિફાઈડ નકલો દિન 7 માં વિના મુલ્યે પુરી પાડવા તાકીદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

error: Content is protected !!