Saturday, 25/06/2022
Dark Mode

દાહોદ:સૂડીયા જિલ્લા પંચાયત સીટ પર બીજેપીના મહિલા ઉમેદવારનો ફોર્મ રદ્દ થતાં ખળભળાટ:કોંગ્રેસ તેમજ આપ પાર્ટી વચ્ચે જંગ જામશે

દાહોદ:સૂડીયા જિલ્લા પંચાયત સીટ પર બીજેપીના મહિલા ઉમેદવારનો ફોર્મ રદ્દ થતાં ખળભળાટ:કોંગ્રેસ તેમજ આપ પાર્ટી વચ્ચે જંગ જામશે
 જીગ્નેશ બારીયા, દાહોદ /કલ્પેશ શાહ, સીંગવડ 

દાહોદ તા.૧૫

દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયતમાંથી ભાજપા પાર્ટીમાંથી ટીકીટ મેળવનાર ઉમેદવાર શારદાબેન અનિલભાઈ ડામોર ( મુ.પો.મંડેર (રં),તા.સીંગવડ,જિ.દાહોદ) પોતે બેઢિયા ખાતે બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતાં હોવા છતાં ચુંટણીમાં નિયમોના નિયમોનું વિમુખ થઈ ફોર્મ ભર્યા બાદ પણ પાર્ટી દ્વારા તેઓને મેન્ડેટ આપી ટીકીટ ફાળવ્યાં બાદ અને સરકારના નિયમો અનુસાર, સરકારનો નોકર અથવા કોઈ પણ સ્થાનિક સંસ્થાનો નોકર હોય તેવી વ્યક્તિ પંચાયતની સભ્ય થઈ શકશે નહીં. આવા સરકારના નિયમોને ધ્યાનમાં રાખી દાહોદના ચુંટણી અધિકારી દ્વારા આજરોજ ફોર્મ ચકાસણી વેળાએ અને કોંગ્રેસ દ્વારા આ પહેલા વિરોધ કર્યા બાદ ચુંટણી અધિકારીએ આ બાબતે તપાસનો ધમધમાટ આરંભ કરતાં આ હકીકત બહાર આવી હતી કે, આ ઉમેદવાર શારદાબેન અનિલભાઈ ડામોર બેઢિયા ખાતે બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવે છે તેવા તપાસમાં ખુલાસો બહાર આવતાંની સાથેજ ચુંટણી અધિકારી દ્વારા કોંગ્રેસની વાંધા અરજીને અને તપાસને ધ્યાનમાં રાખી સાચી હકીકત બહાર આવતાં આ ભાજપના તાલુકા પંચાયતના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ કરતાં ભાજપના રાજકારમાં સ્તબ્ધતા સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે હવે આ બેઠક પરથી હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીનું બ્યુગલ વાગતાની સાથેજ ચુંટણી માહોલ ગરમાયો છે. આજે ફોર્મ ચકાસણીની તારીખ હોઈ દાહોદ જિલ્લામાં ફોર્મ ચકાસણી કચેરીઓ ખાતે સવારથીજ મોટી સંખ્યામાં તમામ પાર્ટીઓના આગેવાનો સહિત ઉમેદવારોનો મોટી સંખ્યામાં રાફડો ફાડ્યો હતો. ફોર્મ રદ થતાં ગમનો માહોલ પણ સર્જાયો હતો ત્યારે ક્યાંક ખુશીનો માહોલ પણ જાેવા મળ્યો હતો ત્યારે બીજી તરફ મળતી માહિતી પ્રમાણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આજરોજ તારીખ ૧૫.૦૨.૨૦૨૧ના રોજ વાંધા અરજી કરી હતી જેના આધારે દાહોદના ચુંટણી અધિકારી દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. ચુંટણી અધિકારીના લેખિત પરિપત્રમાં જણાવ્યા અનુસાર, દાહોદ જિલ્લા પંચાયતતના ૪૬ – સુડીયા (અનુસુચિત આદિજાતિ) મતદાર વિભાગના સભ્યયની ચુંટણી અંગે તારીખ ૧૩.૦૨.૨૦૨૧ના રોજ રજુ થયેલ ઉમેદવારી પત્ર અંગે ફોર્મ સ્વીકારમાં આવ્યું હતું આ સંદર્ભની અરજીથી ઉમેદવાર જીજ્ઞેશભાઈ બાબુભાઈ નિસરતા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) દ્વારા વાંધા રજુ થતાં તપાસના અંતે ઈન્સ્પેક્ટર ઓફ પોસ્ટ ઓફિસ ગોધરા સબ ડીવીઝન ગોધરાના તા.૧૫.૦૨.૨૦૨૧ના લેખિત પત્રથી ભાજપના ઉમેદવાર શારદાબેન અનિલભાઈ ડામોર ગોધરાના બેઢિયા ખાતે બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવી રહ્યાં છે અને તેમને ડિપાર્ટમેન્ટ પોસ્ટના ગ્રામીણ ડાક સેવક (આચરકણ અને નિયામાવલી) ૨૦૨૦ના નિયમો લાગુ પડે છે તેમ પત્રમાં જણાવવામાં આવ્યું હતું. ઉમેદવારીપત્રના ભાગ – ૩માં ચુંટણી માટે શારદાબેન અનિલભાઈ ડામોરે રાજકીય પક્ષ તરીકેના ભારતીય જનતા પાર્ટી તરફથી ઉભા રાખવામાં આવ્યા હોવાની વિગત દર્શાવવામાં આવી હતી. વધુમાં પત્રમાં ચુંટણી અધિકારી દ્વારા જણાવ્યા અનુસાર, ઉમેદવારી પત્રોની રજુઆત અને માન્ય ઉમેદવારી માટેની આવશ્યક્તા કલમ – ૩૦ની જાેગવાઈના નિયમ – ૧ (ઠ) મુજબ ઉમેદવાર જે સરકારનો નોકર અથવા કોઈપણ સ્થાનિક સંસ્થાનો નોકર હોય તેવી કોઈ વ્યક્તિ પંચાયતની સભ્ય થઈ શકશે નહીં અથવા તેવા સભ્ય તરીકે ચાલુ રહી શકશે નહીં જેથી રજુ ભાજપના શારદાબેન અનિલભાઈ ડામોર દ્વારા રજુ કરવામાં આવેલ ઉમેદવારી ફોર્મ અસ્વીકાર (રદ્દ) કરતો જવાબ દાહોદના ચુંટણી અધિકારી દ્વારા આપતાં જિલ્લા તેમજ તાલુકા પંચાયતના ભાજપના મોવડી મંડળમાં સ્તબ્ધતા સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

————-

error: Content is protected !!