કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકા18
તાલુકા પંચાયતો માટે સીંગવડ મામલતદાર ઓફીસ તાલુકા પંચાયત ભવન ખાતે ફોર્મ ભરવામાં આવ્યા
સિંગવડ તાલુકા માં તાલુકા પંચાયતનો ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવા માટે ૧૦ વાગ્યાથી સીંગવડ મામલતદાર ઓફિસ તથા તાલુકા પંચાયત ખાતે ઉમેદવારોનો ધસારો જોવા
મળી રહ્યો હતો તેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમની 18 બેઠકો માટે ઉમેદવારના ફોર્મ ભરી દેવામાં આવ્યા હતા જ્યારે કોંગ્રેસ પાર્ટી અંદાજિત 3 ફોર્મ તથા આમ આદમી પાર્ટી અંદાજિત 5 ફોર્મ ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા 1 ફોર્મ ભરવામાં આવ્યું હતું જ્યારે બીજા રહી ગયેલા ઉમેદવારો દ્વારા 13/02/2021 ના રોજ બાકી ફોર્મ ભરી દેવામાં આવશે. તથા ફોર્મ ભરવા માટે ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં લોકોનો ઘસારો દેખવા મળ્યો હતો જ્યારે તેના માટે રણધીકપુર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવીને ઉમેદવાર સાથે ચારથી પાંચ જણાને જ ફોર્મ ભરવા માટે મોકલવામાં આવતા હતા જ્યારે સરકારશ્રીના કોવિડ 19 ને ધ્યાનમાં રાખીને સરકારથી ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.