Wednesday, 05/02/2025
Dark Mode

કડાણા દાહોદ ઉદ્વહન સિંચાઇ યોજનાના પાઈપલાઈનનું રીપેરીંગ શરૂ કરાયું

કડાણા દાહોદ ઉદ્વહન સિંચાઇ યોજનાના પાઈપલાઈનનું રીપેરીંગ શરૂ કરાયું

હિતેશ કલાલ :- સુખસર 

કડાણા દાહોદ ઉદ્વહન સિંચાઇ યોજનાના પાઈપલાઈનનું રીપેરીંગ શરૂ કરાયું.10 વર્ષ સુધી પાઇપ લાઇન રીપેરીંગ અને વળતરની જવાબદારી કોન્ટ્રાક્ટરની

સુખસર તા.09

કડાણાથી દાહોદ સુધી ૮૦ કિમી લાંબી ઉદવહન સિંચાઇ યોજનાની પાઈપલાઈન નો મુખ્યમંત્રી લોકાર્પણ કર્યું હતું જે લાઇન શરૂ કરતાં પહેલાં જ ભોજેલા અને જવેસી ગામે ભંગાણ થયું હતું મોટાભાગનું પાણી ખેતરોમાં ઘુસી જતા ખેડૂતોને નુકસાન થયું હતું જેમાં સિંચાઈ યોજના અધિકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગની કામગીરી શરૂ કરાઇ હતી પાઇપલાઇનમાં પાણી નજીકના ખેતરમાં ખાલી કરવામાં આવ્યું હતું તેમ જ ખેડૂતોને નુકસાન આ બાબતનો સર્વેની કામગીરી પણ શરૂ કરાઈ હતી પાઇપ લાઇન રીપેરીંગ અને ખેતર નુકશાની માટે દસ વર્ષ સુધી કોન્ટ્રાક્ટર જવાબદારી હોવાનું અધિકારી આર.બી માલે જણાવ્યું હતું

error: Content is protected !!