Monday, 14/06/2021
Dark Mode

લીમખેડા તાલુકાના મંગલ મહુડી ગામે પ્રેમી પંખીડાએ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યાનો કર્યો પ્રયાસ:પ્રેમીનુ મોત,પ્રેમિકા સારવાર હેઠળ

લીમખેડા તાલુકાના મંગલ મહુડી ગામે પ્રેમી પંખીડાએ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યાનો કર્યો પ્રયાસ:પ્રેમીનુ મોત,પ્રેમિકા સારવાર હેઠળ

  નીલ ડોડીયાર :- દાહોદ

 દાહોદ તા.09

લીમખેડા તાલુકાના મંગલ મહુડી ગામેથી પસાર થતાં દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર બે અજાણ્યા યુવક યુવતીએ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવકનુ મોત નિપજવા પામ્યું છે. જયારે ગંભીર રીતે ઘવાયેલી યુવતીને ઇમરજન્સી ૧૦૮ મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. જોકે આ બંને યુવક યુવતીઓ પ્રેમી પંખીડા હોવાનું જાણવા મળેલ છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના મંગલમહુડી ગામેથી પસાર થતો દિલ્હી-મુંબઈ રેલમાર્ગના ડાઉન ટ્રેક પર સાંજના 8 વાગ્યાના સુમારે બે પ્રેમી પંખીડાએ ત્યાંથી પસાર થતી કોઈ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરવાનો પ્રયાસ

કર્યો હતો. જેમાં યુવકનો ઘટનાસ્થળે મોત નિપજવા પામ્યું હતું જ્યારે ટ્રેનની અડફેટે આવેલી યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિકોએ તાબડતોડ ઇમરજન્સી ૧૦૮ મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. જોકે આ બનાવ ની જાણ ગુજરાત રેલવે પોલીસને થતાં પોલિસે ઘટનાસ્થળે પહોંચી આ બંને પ્રેમી પંખીડાના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી.

error: Content is protected !!