
બાબુ સોલન્કી / યાસીન ભાભોર :- ફતેપુરા
*ફતેપુરા ખાતેથી બિન આરોગ્યપ્રદ શંકાસ્પદ ડુપ્લીકેટ તેલનો જથ્થો ઝડપાયા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરાઈ*
*બાલાસિનોર થી ફતેપુરા ખાતે ઉતારવામાં આવી રહેલ 400 શંકાસ્પદ ખાદ્યતેલના ડબ્બા ઝડપાયા*
*ઝડપાયેલા ખાદ્ય શંકાસ્પદ ખાદ્ય તેલના નમુના લેબમાં મોકલવામાં આવ્યા*
સુખસર,તા.31
ફતેપુરા આદિવાસી બહુમૂલ્ય ધરાવતો તાલુકો છે.અહીં વસવાટ કરતા આદિવાસી લોકોનો ગેરલાભ ઉઠાવી વેપારીઓ આદિવાસી પ્રજાને ગેરકાયદેસર રીતે ડુપ્લીકેટ અને એક્સપાયરી ડેટ વાળી ખાદ્ય વસ્તુ પધરાવી દઈ મોટો નફો રળી લેવાની લ્હાય માં આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે.ત્યારે આ બાબતે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ જાણે ઊંઘતું જોવા મળી રહ્યું છે.ફતેપુરા તાલુકામાં અવાર-નવાર અખાદ્ય ચીજ વસ્તુઓ તેમજ ડુપ્લીકેટ ચીજ વસ્તુ, એક્સપાયરી ડેટની તેમજ ભળતા નામ ની ચીજ વસ્તુઓનું પણ બેરોકટોક વેચાણ ચાલી રહ્યું હોવાની ચર્ચા એ ખુબજ જોર પકડ્યું છે.
ત્યારે આજે ફતેપુરા તાલુકામાં સ્થાનિક આદિવાસી આગેવાનો દ્વારા શંકાસ્પદ તેલ ના 400 ડબ્બા ભરેલી આયસર ગાડી ઝડપી પાડી હતી.જયારે કે આદિવાસી આગેવાનોને અગાઉથી બાતમી મળી હતી કે બાલાસિનોર થી ડુપ્લીકેટ તેલ ની ગાડી ફતેપુરા તાલુકા તેમજ અન્ય જગ્યા એ વેચાણ માટે ઠાલવવામાં આવી રહી છે.જેને ધ્યાનેયા લઇ આદિવાસી આગેવાનો દ્વારા ફતેપુરાના બલૈયા રોડ ઉપર એક વેપારીને ત્યાં શંકસ્પદ તેલના ડબ્બા ઉતારવામાં આવી રહ્યા હતા.તેવા સમયે સામાજિક આગેવાનો આવી પહોંચ્યા હતા.અને રેડ કરી હતી અને જે તેલ ભરેલી ગાડીને ફતેપુરા મામલતદાર કચેરી ખાતે લઇ જઈ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી હતી.ત્યારે જેને લઇ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ ફતેપુરા મામલતદાર કચેરી એ દોડી આવી હતી.અને શંકાસ્પદ તેલના જથ્થાને સીઝ કરી તેલના સેમ્પલ લઇ તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.જયારે તેલ ભેળસેળ વાળું છે કે કેમ તે તો તપાસ બાદ જ બહાર આવશે? કે પછી તંત્ર દ્વારા તેલના સેમ્પલ લઇ મામલો દબાવી દેવા માં આવશે તે તો આવનાર સમય જ બાતવશે.
હાલ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેલના નમૂના લઇ તપાસ માટે લેબ માં આગળ મોકલવા માં આવ્યા છે.ત્યારે લોકોની માંગ ઉઠી છે કે ફતેપુરા તાલુકા માંથી વારંવાર ડુપ્લીકેટ વસ્તુઓની હેરાફેરી કરવામાં આવે છે. અને જે વસ્તુઓ વેપારીઓ ગ્રાહકોને વેચી તેમની સાથે છેતરપિંડી કરે છે. ત્યારે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આવનારા સમયમાં વારંવાર ઝડપાતી ડુપ્લીકેટ વસ્તુ બંધ થઈ શકે તેમ છે.