Friday, 25/04/2025
Dark Mode

ગરબાડા:તાલુકા પંચાયત કચેરીના કાંચ તૂટ્યા:કચેરી પાસેથી દારૂની ખાલી બોટલો જોવાતા અસામાજિક તત્વો દ્વારા હીન કૃત્ય કર્યો હોવાની આશંકા,પોલિસને જાણ કરાઈ:

ગરબાડા:તાલુકા પંચાયત કચેરીના કાંચ તૂટ્યા:કચેરી પાસેથી દારૂની ખાલી બોટલો જોવાતા અસામાજિક તત્વો દ્વારા હીન કૃત્ય કર્યો હોવાની આશંકા,પોલિસને જાણ કરાઈ:

  વિપુલ જોષી :- ગરબાડા 

ગરબાડા તાલુકા પંચાયત ની બાંધકામ શાખા ની બારીના કાંચ કોઈ અજાણ્યા ઈસમોએ તોડી નાખતા પોલીસને જાણ કરાઈ,તાલુકા પંચાયતની પાછળના ભાગમાં જ્યાં બારીના કાચ તોડવામાં આવ્યા ત્યાં અનેક દારૂની ખાલી બોટલો પણ પડેલી જોવા મળી,તો શું કોઈએ દારૂનો નશો કર્યા બાદ આ કામ કર્યું કે પછી અન્ય કોઇ કારણોસર આ કાચ તોડવામાં આવ્યા જે બાબત તપાસનો વિષય બની

ગરબાડા:તાલુકા પંચાયત કચેરીના કાંચ તૂટ્યા:કચેરી પાસેથી દારૂની ખાલી બોટલો જોવાતા અસામાજિક તત્વો દ્વારા હીન કૃત્ય કર્યો હોવાની આશંકા,પોલિસને જાણ કરાઈ:

ગરબાડા તા.09

ગરબાડા તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખાની બારીના કાચ તારીખ ૬ઠ્ઠી ના રાત્રિના સમયે કોઇ અજાણ્યા ઇસમો દ્વારા તોડી નાખવામાં આવતા આ બાબતે  તાલુકા વિકાસ અધિકારી ગરબાડા દ્વારા તારીખ ૭ મીના પોલીસ ને ઘટતી કાર્યવાહી કરવા માટે અરજી આપવામાં આવી હતી.જે બાબતની તપાસ કરવા તાલુકા પંચાયતની મુલાકાત લેતા તાલુકા પંચાયતની પાછળના ભાગમાં જ્યાં આ બારીના કાચ તોડવામાં આવ્યા હતા.તે સ્થળ ની પાસે જ અનેક દારૂની ખાલી બોટલો પણ જોવા મળી હતી તો શું કોઈએ દારૂનો નશો કર્યા બાદ આ બારીના કાચ તોડ્યા હશે કે પછી અન્ય કોઈ કારણ સર આવું કૃત્ય કરવામાં આવ્યું અને દારૂની બોટલનો ઉપયોગ કોણ કરે છે જે બાબત પણ તપાસનો વિષય બની છે.

error: Content is protected !!