Friday, 29/03/2024
Dark Mode

દાહોદના ડમ્પિંગ યાર્ડનો વિવાદ:”ડમ્પિંગ યાર્ડ પાલિકાએ બનાવ્યો જ નથી”પાલિકાએ લેખિતમાં કર્યો સ્વીકાર,તો પછી ડમ્પિંગ યાર્ડ બનાવ્યો કોણે? સળગતો સવાલ:ડમ્પિંગ યાર્ડના બાંધકામમાં તત્કાલીન ચીફ ઓફિસરોની સંડોવણી છતી થઇ:કરોડો રૂપિયા પોતાના મળતિયાઓને પધરાવી દીધા હોવાનો ઘટસ્ફોટ

દાહોદના ડમ્પિંગ યાર્ડનો વિવાદ:”ડમ્પિંગ યાર્ડ પાલિકાએ બનાવ્યો જ નથી”પાલિકાએ લેખિતમાં કર્યો સ્વીકાર,તો પછી ડમ્પિંગ યાર્ડ બનાવ્યો કોણે? સળગતો સવાલ:ડમ્પિંગ યાર્ડના બાંધકામમાં તત્કાલીન ચીફ ઓફિસરોની સંડોવણી છતી થઇ:કરોડો રૂપિયા પોતાના મળતિયાઓને પધરાવી દીધા હોવાનો ઘટસ્ફોટ

 દાહોદ લાઈવ……

દાહોદના ડમ્પિંગ યાર્ડનો વિવાદ:”ડમ્પિંગ યાર્ડ પાલિકાએ બનાવ્યો જ નથી”પાલિકાએ લેખિતમાં કર્યો સ્વીકાર,તો પછી ડમ્પિંગ યાર્ડ બનાવ્યો કોણે? સળગતો સવાલ:ડમ્પિંગ યાર્ડના બાંધકામમાં તત્કાલીન ચીફ ઓફિસરોની સંડોવણી છતી થઇ કરોડો રૂપિયા પોતાના મળતિયાઓને પધરાવી દીધા હોવાનો ઘટસ્ફોટ:તલસ્પર્શી તપાસ થાય તો ભોપાળું બહાર આવવાની શક્યતા 

દાહોદ તા.09

દાહોદમાં હાલ ચૂંટણીનો ચકરવો શરૂ થતાં રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે. અને હાલ ચૂંટણી લડવા માંગતા ટિકિટ વાંચ્છુંઓને સાંભળવાનો દોર ચાલી રહ્યો છે. તેવા સમયે ઇન્દોર અમદાવાદ હાઇવે પર ઘન કચરાના નિકાલ માટે બનવવામાં આવેલો નગરપાલિકા હસ્તકનો ડમ્પીંગ યાર્ડ નગરપાલિકાએ બનાવ્યો જ નથી.સીધી લીટીમાં કહીયે તો દાહોદ નગરપાલિકાએ આવું કોઈ ડમ્પીંગ યાર્ડ બનવવામાં માટેની કામગીરી કે બાંધકામ કર્યું જ નથી તેવું લેખિતમાં સ્વીકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.ત્યારે આ ડમ્પીંગ યાર્ડના બાંધકામમાં તત્કાલીન ચીફ ઓફિસરોની સીધી સંડોવણી બહાર આવવા પામી છે.દાહોદ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા કચરાના ડમ્પીંગ યાર્ડના બાંધકામમાં કૌભાંડો આચરી કરોડો રૂપિયા પોતાના મળતીયાઓને પધારાવી દીધાનો ઘસ્ફોટક થવા પામ્યો છે.ત્યારે પારદર્શક વહીવટ માટે નગરપાલિકાના વહીવટમાં થયેલ કામોના ખેલોની તલસ્પર્શી તપાસોં માટેની માંગો ઉઠવા પામી છે. જોકે ઉચ્ચ કક્ષાએથી નગરપાલિકામાં થયેલા ગેમ્બલિંગની તલસ્પર્શી તપાસો કરવામાં આવે તો મોટુ ભોપાળું બહાર આવશે તેમાં કોઈ બે મત નથી

ડમ્પીંગ યાર્ડનો બાંધકામ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો નથી તો અમદાવાદ ઇન્દોર હાઇવે પર સ્થિત ડમ્પીંગ યાર્ડનો બાંધકામ કોણે કરાવ્યો ? સળગતો પ્રશ્ન 

ઇન્દોર-અમદાવાદ હાઇવે પર સ્થિત ડમ્પીંગ યાર્ડ નગરપાલિકા હસ્તકનો છે. દાહોદ શહેરના ઘનકચરો ડમ્પીંગ યાર્ડમાં પ્રોસેસિંગ માટે ઠાલવવામાં આવે છે.જોકે ડમ્પિંગ યાર્ડમાં બાંધકામમાં કૌભાંડ આચરાયો હોવાની આશંકાએ દાહોદના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા ડમ્પિંગ યાર્ડમાં બાંધકામને લગતી વિગતો માંગતા તે સંદર્ભમાં ચીફ ઓફિસર દ્વારા લેખિતમાં આપેલા જવાબમાં જણાવ્યું છે. કે નગરપંલિકા દ્વારા આવા કોઈ ડમ્પિંગ યાર્ડના બાંધકામ માટે કોઈ જોગવાઈ કરી નથી અથવા સાદી ભાષામાં કહીયે તો પાલિકાએ ડમ્પિંગ યાર્ડના બાંધકામ માટે કોઈ ટેન્ડરિંગ પ્રકિયા કોઈ મંજૂરી કે આવા કોઈ બાંધકામ માટે કોઈ પણ જાતની કામગીરી કરી નથી તો ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર સ્થિત નગરપાલિકા હસ્તકનો ડમ્પિંગ યાર્ડ કોણે બંધાવ્યો તે એક સળગતો પ્રશ્ન બની જવા પામેલ છે.

 અમદાવાદ ઇન્દોર અમદાવાદ હાઇવે પર સ્થિત ડમ્પીંગમાં આવી રીતે કૌભાંડ આચરાયો હોવાની આશંકા 

ઇન્દોર અમદાવાદ સ્થિત ડમ્પીંગ યાર્ડ દાહોદ શહેરમાંથી ઉપાડવામાં આવેલા ઘન કચરાના નિકાલ માટે 2014 માં અસ્તિત્વમાં આવ્યો હતો.ત્યારબાદ જે તે સમયે ઉપલા લેવલના આદેશો અનુસાર તાત્કાલિન ચીફ ઓફિસર દ્વારા કામગીરી દેખાડવાનો ડોળ કરી કરોડો રૂપિયા ઉભા કરવાના હેતુથી મુળ શાખાના હેડ ની જગ્યાએ બળજબરીથી અન્ય શાખાની હેડ નીચે કરોડો રૂપિયાના ખર્ચે ડમ્પીંગ યાર્ડની કમ્પાઉન્ડ વોલ અને જાળીઓનુ નિર્માણ કરાવી દીધું હતું. ત્યારબાદ ચીફ ઓફિસરે આવી જ રીતે એક જ શાખાની હેડ ની જગ્યાએ બીજી શાખાની હેડ નીચે ડમ્પિંગ યાર્ડની જાળીઓ, શેડ, અને સિમેન્ટનો રસ્તો બનાવી કરોડો રૂપિયા ગોલમાલ કર્યું હોવાની આશંકા છે. અને આ બધાની વચ્ચે જો ઉપરોક્ત બાબતોને સાઈડ લાઈન કરીને સીધી લીટીમાં કહીયે તો હાલ તો પાલિકા તંત્ર સ્વીકારતો નથી કે આ ડમ્પિંગ યાર્ડનો બાંધકામ પાલિકાએ કરાવ્યો તો પછી ક્યા છુપા હેડ હેઠળ આ વિશાળકાય ડમ્પિંગ નું નિર્માણ થયું ? તે સામાન્ય વ્યક્તિની સમજ બહાર છે.ત્યારે ખરેખર આ ડમ્પીંગનો બાંધકામ કોના ઈશારે કરવામાં આવ્યો? તેનું રહસ્ય હજી ઘૂંટાઈ રહ્યું છે. પરંતુ આ બધા ખેલમાં ચીફ ઓફિસરની સીધી સંડોવણી બહાર આવી રહી છે.ચીફ ઓફિસરે પોતાના મળતીયાઓ જોડે સાઠગાંઠ કરી બાંધકામના નિર્માણ માટે બાંધકામની હેડ હોવા છતાં અન હેડ માંથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પોતાના મળતિયાઓને બારોબાર પધરાવી દીધું હોવાનું સપાટી પર આવ્યું છે.

error: Content is protected !!