Wednesday, 04/12/2024
Dark Mode

સિંગવડ તેમજ સંજેલી તાલુકામાં ગુજરાત રાજ્ય ના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉડતી મુલાકાત     

સિંગવડ તેમજ સંજેલી તાલુકામાં ગુજરાત રાજ્ય ના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉડતી મુલાકાત     
 કલ્પેશ શાહ:- સીંગવડ/કપિલ સાધુ :- સંજેલી 

સિંગવડ તેમજ સંજેલી તાલુકામાં ગુજરાત રાજ્ય ના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉડતી મુલાકાત

સિંગવડ તા.26

સીંગવડ તાલુકાના આર્ટસ કોલેજ ખાતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તથા દાહોદ પ્રભારી પ્રદિપસિંહ જાડેજા,અમીત ઠાકર દાહોદ પ્રભારી તથા સિંગવડ તાલુકા પ્રભારી મનોજ વ્યાસ વગેરે દ્વારા ભારતીય જનતા પાર્ટી સિંગવડ તાલુકાના હોદ્દેદારો ની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી ના સંદર્ભમાં મીટીંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો તથા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેશ ભાભોર માજી ધારાસભ્ય વિછીયા ભાઈ ભુરીયા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે સી.કે કિશોરી દાહોદ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ એન ડી પટેલ સિંગવડ તાલુકા ભાજપ યુવા પ્રમુખ મહેન્દ્ર પટેલ પૂર્વ તાલુકા પંચાયત સભ્યો તથા પૂર્વ જિલ્લા પંચાયત સભ્યો વગેરેને હાજર રહ્યા હતા આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં કઈ રીતે ભાજપને જીત અપાવી તેના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યાર પછી ત્યાંથી ગૃહ રાજ્યમંત્રી સંજેલી જવા રવાના થયા હતા નીકળવાના સમયે રંધીપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો તથા આવા જવાના રસ્તાઓ ટૂંક સમય માટે બંધ કરી દેવામાં આવ્યા હતા સિંગવડ નું બજાર એકદમ શાંત થઇ જવા પામ્યું હતું

error: Content is protected !!