Friday, 19/04/2024
Dark Mode

દાહોદનું નક્સલી કનેક્શન? ગુજરાત ATS તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના દાહોદમાં ધામા:બીલોસા બબીતાની નક્સલી પ્રવૃત્તિઓને લઇ તપાસનો ધમધમાટ,દાહોદ જિલ્લામાં ચકચાર મચાવનાર ભાજપના કાઉન્સિલર હિરેન પટેલ મર્ડર કેસમાં ઉચ્ચસ્તરીય તપાસથી શહેર સાહિત જિલ્લાનુ રાજકારણ ગરમાયું

દાહોદનું નક્સલી કનેક્શન? ગુજરાત ATS તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના દાહોદમાં ધામા:બીલોસા બબીતાની નક્સલી પ્રવૃત્તિઓને લઇ તપાસનો ધમધમાટ,દાહોદ જિલ્લામાં ચકચાર મચાવનાર ભાજપના કાઉન્સિલર હિરેન પટેલ મર્ડર કેસમાં ઉચ્ચસ્તરીય તપાસથી શહેર સાહિત જિલ્લાનુ રાજકારણ ગરમાયું
રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ લાઈવ ડેસ્ક….

દાહોદનું નક્સલી કનેક્શન? ગુજરાત ATS તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના દાહોદમાં ધામા:બીલોસા બબીતાની નક્સલી પ્રવૃત્તિઓને લઇ તપાસનો ધમધમાટ,બીલોસા બબીતા દાહોદમાં કોના કોના સંપર્કમાં હતી તેને લઈને તપાસ,દાહોદમાં બબીતાની પ્લાનિંગને તપાસ શરૂ,ત્રણ મહિના દાહોદમાં રોકાઈ હોવાની શકયતા,બીલોસા બબીતા કશ્યપે પથ્થલગડી આંદોલન ચલાવ્યું હતું,દાહોદ જિલ્લામાં ચકચાર મચાવનાર ભાજપના કાઉન્સિલર હિરેન પટેલ મર્ડર કેસમાં ઉચ્ચસ્તરીય તપાસથી શહેર સાહિત જિલ્લાનુ રાજકારણ ગરમાયું

દાહોદ તા.૨૬

દાહોદ જિલ્લામાં એક તરફ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને આગામી ચૂંટણી અનુલક્ષીને પ્રભારી મંત્રી બનાવ્યા હોવાથી દાહોદમાં જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્યા છે.ત્યારે ગતરાત્રીથી ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બેેેેેેે મહત્વપૂર્ણ તપાસોને લઇને ધામા નાંખ્યા છે. દાહોદમાં એટીએસનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.દાહોદ જિલ્લામાં ચકચાર મચાવનાર હિરેન પટેલ હત્યાકાંડ તેમજ નકસલ પ્રવૃતિઓની તપાસને લઈને આ ઓપરેશન ચાલી રહ્યું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે.

બિલોશા બબિતા કશ્યપને લઈને આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બબિતા દાહોદમાં બે થી ત્રણ મહિના રહી હોવાની વિગતો સામે આવી હતી જેના આધારે આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દાહોદના લીમડી, ઝાલોદ, સંજેલી જેવા મથકોમાં બિલોસા બબિતા કશ્યપ દ્વારા જે જે લોકોનો સંપર્ક કરાયો હતો.તે વિસ્તારોમાં એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં નક્સલી પ્રવૃતિઓ ચાલતી હોવાના અહેવાલો મળતા આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જાણવા મળ્યા અનુસાર, આ બિલોસા બબિતા કશ્યપ આદિવાસીઓ માટે લડત લડે છે. ભુતકાળમાં નક્સલ પ્રવૃતિઓ માટે અમદાવાદ એટીએસ દ્વારા આ બિલોસા બબિતા કશ્યપની અટક કરી હતી.તેની પુછપરછ દરમ્યાન દાહોદ જિલ્લામાં તે ત્રણ મહિના રહી હતી.અને અલગ – અલગ તાલુકાઓમાંથી તેણે મુલાકાત લીધી હતી. તે સંદર્ભે અમદાવાદ એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગઈકાલ રાતથી દાહોદ જિલ્લામાં આ મામલે તપાસ કરી રહી છે. અને ગૃહમંત્રી પણ આજે દાહોદ જિલ્લાની મુલાકાતે ફરી આવ્યા હતા.અને ઝાલોદ હિરેન પટેલ હત્યાકાંડ મામલે ફરી આજે હિરેન પટેલના ઘરની મુલાકાત આજે બીજી વખત લીધી હતી.અને ઝાલોદ મામલતદાર, પ્રાંત કચેરીમાં ગૃહ મંત્રીએ આજે એટીએસના ઉચ્ચ અધિકારીઓ સાથે આ બંન્ને મામલે બેઠક પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.અને આ મીટીંગમાં મીડીયા કર્મચારીઓને દુર રાખવામાં આવ્યા હતા. અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મીડીયા સાથે વાતચિતમાં જણાવ્યા અનુસાર, હિરેન પટેલના હત્યાકાંડના જે પણ આરોપીઓ છે.જેમાં જે પકડાયેલ છે.અને જે પકડવાના બાકી છે તેની શોધખોળ સહિત તજવીજ ચાલુ છે અને તપાસ પણ ચાલી રહી છે.અને બબિતા બિલોસ કશ્યપ મામલે તેઓને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે, આ મામલે એટીએસ દ્વારા તપાસ કરી છે અને હાલ આવી કોઈ એક્ટીવીટી ધ્યાને આવી નથી પરંતુ તેમ છતાંયે આ મામલે સમગ્ર ગુજરાતમાં આ મામલાની વાત બહાર આવી છે તે દિશામાં તપાસ ચોક્કસ કરવામાં આવશે.

વધુમાં જાણવ મળ્યા અનુસાર, બિલોસા બબિતા કશ્યપ ગુજરાત રાજ્યમાં જ્યાં જ્યાં ગઈ હતી ત્યાં ત્યાં એટીએસ સહિત પોલીસની ટીમ તપાસ હાથ ધરી રહી છે અને હાલ ગુજરાતમાં આવી કોઈ નક્સલી પ્રવૃતિઓ સામે આવી નથી પરંતુ તપાસનો ધમધમાટ આ દિશામાં ચાલી જ રહ્યો છે.

———————————————————-

error: Content is protected !!