Thursday, 25/04/2024
Dark Mode

સિંગવડ તાલુકાના પહાડ ગામે મનરેગાના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપો સાથે રજૂઆત કરાતાં ખળભળાટ:ટીડીઓ દ્વારા તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા આશ્વાસન અપાયું

સિંગવડ તાલુકાના પહાડ ગામે મનરેગાના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપો સાથે રજૂઆત કરાતાં ખળભળાટ:ટીડીઓ દ્વારા તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા આશ્વાસન અપાયું

 કલ્પેશ શાહ :- સીંગવડ

સિંગવડ તાલુકા ના પહાડ ગામે મનરેગાના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો બૂમ ઉઠવા પામી

સીંગવડ તા.22

સિંગવડ તાલુકાના પહાડ ગામ પંચાયતમાં કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ થયેલ કામોમાં લાભાર્થીઓની જાણ બહાર ઘણા

સરકારી કામો જેવા કે જમીન સમતળ ચેકડેમો કેટલશેડ જેવા ઘણા સરકારી કામો સરપંચ તથા તલાટી અને તેમના મળતિયાઓ દ્વારા આ બધા સરકારી કામો ખાલી કાગળ પર બોલાવીને રૂપિયા બારોબાર કઈ લઇ ને રૂપિયા ચાઉ કરી જવા પામ્યા હતા.જોકે ઘણા કેસોમાં તો મરણ પામેલા લોકોના નામના જોબકાર્ડ બનાવીને પણ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.તથા 18 વર્ષથી નાની ઉંમરનાં બાળકોના પણ જોબ કાર્ડ નામ બોલાવીને રૂપિયા લઈ લેવાનું કાવતરું કરવામાં આવ્યું હતું તથા એક વૃદ્ધ દ્વારા તેમનો છોકરો બીએસએફ નોકરી કરતો હોય તેના પણ જોબ કાર્ડ માં નામ લખી દઈ તેના પણ રૂ ઉપાડી લેવાની રજૂઆત કરવામાં આવી હતી પહાડ ગામની મહિલાઓ દ્વારા ઉગ્ર રજૂઆતો તાલુકા વિકાસ અધિકારી સામે કરવામાં આવી હતી અગાઉ પણ પહાડ ગામ ના માણસો દ્વારા સરકારશ્રીમાં આર.ટી.આઈ કરેલ હોવા છતાં તેને આજદિન સુધી તેમનો વળતો જવાબ નહીં મળતા 21 12 ના રોજ પહાડ ગામની મહિલાઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં રેલી સ્વરૂપે આવીને ફરિયાદ કરવા માંગતા હતા.પરંતુ ઓ આ તાલુકા પંચાયત નું કામ હોવાથી પોલીસ દ્વારા તેમને સમજાવીને તાલુકા પંચાયતમાં મોકલી આપ્યા હતા પહાડ ગામની મહિલાઓ દ્વારા તાલુકા પંચાયતમાં રેલી સ્વરૂપે જઈને તાલુકા પંચાયત પ્રમુખ તથા તાલુકા વિકાસ અધિકારી ને મૌખિક તથા લેખિતમાં ધારદાર રજૂઆતો કરી હતી અને મહિલાઓ દ્વારા તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તાલુકા પંચાયતની થી જવામાટે આનાકાની કરતા હતા તથા તેમને ન્યાય મળે તેવી માગણી કરી હતી તથા પહાડ ગામ ની મીસલ મંગલ સખી મંડળમાં કામ કરતા અને જય યોગેશ્વર મંડળના પ્રમુખ દ્વારા પણ ઘણી રજૂઆતો કરવામાં આવી હતી પહાડ ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા ગ્રામ સભામાં કોઈને બોલાવતા નથી આજ દિન સુધી બે જ વખત ગ્રામ સભા ભરાઈ તેવી રજૂઆત કરવામાં આવી હતી તથા ગામના માણસો ની ખબર પણ પડતી નથી તેવી રજૂઆત કરવામાં આવી હતી ત્યાર પછી પ્રધાનમંત્રી આવાસ માં મજુરી પેટે રૂપિયા ૧૭,૫૦૦ જે આવાસ વાળાન મળવાપાત્ર હોય છે તે પણ આજદિન સુધી આપવામાં આવ્યા નથી અને તે પણ જે તે ખાતા ના ખાતા માંથી બારોબાર ઉપાડી લેવામાં આવે છે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ આક્ષેપો કરીને તેમને ન્યાય મળે તેવી માંગણી કરી હતી ત્યાર પછી આ બધી વાત સાંભળ્યા પછી તાલુકા પંચાયત પ્રમુખ તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેમને 15 દિવસ નો ટાઈમ માંગીને તેમને તપાસ કરીને તે કસૂરવારો સામે કાયદેસરના પગલાં ભરવા જણાવ્યું હતું તથા તેમને ન્યાય મળે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.

error: Content is protected !!