Friday, 25/04/2025
Dark Mode

ફતેપુરા તાલુકા પંચાયતના કાર્યકાળની સમય અવધિ પૂર્ણ થતાં વહીવટદાર નિમાયા 

ફતેપુરા તાલુકા પંચાયતના કાર્યકાળની સમય અવધિ પૂર્ણ થતાં વહીવટદાર નિમાયા 

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તા.22

ફતેપુરા તાલુકા પંચાયતના વહીવટદાર તરીકે તાલુકા વિકાસ અધિકારીએ ચાર્જ લીધો

ફતેપુરા તાલુકા પંચાયતની મુદત પૂર્ણ થતી હોય વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળતા તાલુકા વિકાસ અધિકારી પી.એસ આમલીયાર
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ તાલુકા પંચાયતની મુદ્દત પૂર્ણ થયેલ હોય તાલુકા પંચાયતના વહીવટદાર તરીકે તાલુકા વિકાસ અધિકારી પી.એસ આમલીયાર ચાર્જ સંભાળ્યો ફતેપુરા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા તારીખ 22.12.2015 ના રોજ મળેલ હતી. આ તાલુકા પંચાયતની મુદત તારીખ 21.12.2020 ના રોજ પૂર્ણ થયેલ હોય તાલુકા પંચાયતની મુદત પૂર્ણ થતાં તાલુકા પંચાયતના વહીવટદાર તરીકે તાલુકા વિકાસ અધિકારી પી એસ આમલીયાર ને જિલ્લા વિકાસ અધિકારી દાહોદ દ્વારા ચાર્જ સોંપવામાં આવેલ છે તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી ના થાય છે. ત્યાં સુધી તાલુકા પંચાયતન વહીવટી વડા તરીકે કામ કરતા તાલુકા અધિકારી રોજે રોજના કામગીરીનું વહન કરશે પરંતુ આ સમયગાળા દરમિયાન નીતિ વિષયક નિર્ણય લઇ શકાશે નહીં.

error: Content is protected !!