Wednesday, 04/12/2024
Dark Mode

સીંગવડ તાલુકાના લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના પાલન કરવું ભુલ્યા:વહીવટી તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરી સમજણ અપાઇ

સીંગવડ તાલુકાના લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના પાલન કરવું ભુલ્યા:વહીવટી તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરી સમજણ અપાઇ

  કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તા.21

સિંગવડ તાલુકામાં કોરોના સામેની લડત માટે માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનો ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

સિંગવડ તાલુકાના સીંગવડ બજારમાં મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તથા રંધીકપુર પોલીસના સંયુકત ઓપરેશનથી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જે પણ વ્યક્તિ માસ્ક વગર દેખાતા હતા.તથા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. તેને સરકારશ્રી દ્વારા નક્કી કર્યા મુજબનો દંડ કરવામાં આવ્યો હતો.તથા આ કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે સરકાર શ્રી દ્વારા એક હજારનો દંડ વસુલ કરવામાં આવતો હોય છે. માસ્ક પહેરીને ફરે પરંતુ સિંગવડ તાલુકાના લોકો કોરોનાવાયરસને ભૂલી ગયા હોય તેમ માસ્ક વગર બહાર નીકળવા માંડ્યા અને સોશ્યલ ડિસ્ટન્સ ભૂલી જવાના કારણે સરકારી અધિકારીઓ દ્વારા ફરી સિંગવડ તાલુકામાં કોરોના ના કેસ નહીં વધે તેના માટે આજે મામલતદાર પટેલ તાલુકા વિકાસ અધિકારી મકવાણા રણધીકપુર પીએસઆઇ ડી.જે પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી નાયબ મામલતદાર તથા તલાટી કમ મંત્રી વાઘેલા બેન પોલીસ સ્ટાફને સાથે રાખી ને એક સરપ્રાઈઝ માસ્ક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.તેમાં કેટલાય લોકો માસ્ક વગર દેખાયા તેમને સમજાવવામાં આવ્યા તથા અમુક પાવતી બનાવવામાં આવી તથા અધિકારીઓ દ્વારા માસ્ક પહેરવું જ્યાં સુધી કોરોના ની કોઈ દવાના શોધાય ત્યાં સુધી તો ફરજીયાત પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવું જોઈએ.આ સંયુક્ત ટીમ ઉપરવાસ બજાર નીચ વાસ બજાર ચુંદડી રોડ વગેરે ચાલતા જઈને ચેકિંગમાં નીકળીને લોકોને માસ્ક પહેરવા જણાવ્યું હતું.

error: Content is protected !!