Wednesday, 04/12/2024
Dark Mode

સિંગવડ તાલુકાના ભમરેચી માતાના પટાંગણમાં આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરાયું

સિંગવડ તાલુકાના ભમરેચી માતાના પટાંગણમાં આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરાયું

  કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તા.21

સિંગવડ તાલુકાના ભમરેચી માતાના પટાંગણમાં આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સીંગવડ તાલુકાના કબુતરીનદી ના કિનારે આવેલું પૌરાણિક માં ભમરેચી માતાનું મંદિર આવેલુ છે.તથા નવરાત્રા ચાલતા હોય ને એક શ્રદ્ધા હમણાં એક મહિનાથી ચાલતી આવી છે કે આજુબાજુ તથા દૂર-દૂરથીમાં ભમરેચીના દર્શન કરવા આવતી મહિલાઓ દ્વારા દર્શન કરવાનું ચાલુ છે.તેને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગ લીમખેડા દ્વારા ધનવંતરથ તથા આયુર્વેદિક ટીમના ડોક્ટર ઉમેશ શાહ અને આરોગ્ય ટીમના ગૌરાંગી બેન તથા રાજુભાઇના સાથે માં ભમરેચીના પટાંગણમાં એક આરોગ્યલક્ષી કેમ્પ યોજાયો તેમાં ડાયાબિટીસ તપાસ બ્લડ પ્રેશર તપાસ ટેમ્પરેચર માપણી એસ.પી.ઓ ટુ તપાસ અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં હાજર તમામ લોકો તથા આજુબાજુ લારી-ગલ્લા દુકાનો કરતા ને પણ તપાસ કરી દવા આપવામાં આવી તથા ભમરેચી માતા તો સાક્ષાત હોવાથી સિંગવડ તાલુકા માં કોરોના નો કેશો વધ્યા નહીં અને આરોગ્ય ની ટીમો દ્વારા પણ તપાસ ચાલુ રખાતા આ કોરોના તે સિંગવડ તાલુકાના કેશો નહિ વધતા માં ભમરેચી ની મહેર કહેવાય એમ ગામડાના લોકો દ્વારા કહેવામાં આવે છે.

error: Content is protected !!