Tuesday, 03/12/2024
Dark Mode

સીંગવડ તાલુકામાં બી.એસ.એન.એલના ધાંધિયા:પંથકવાસીઓને ભારે હાલાકી ભોગવવા મજબુર

સીંગવડ તાલુકામાં બી.એસ.એન.એલના ધાંધિયા:પંથકવાસીઓને ભારે હાલાકી ભોગવવા મજબુર

 કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તા.18

સિંગવડ તાલુકામાં કનેક્ટિવિટી ન હોવાના કારણે લોકોને તકલીફનો સામનો કરવાનો વારો પડી રહ્યો છે.

સિંગવડ તાલુકામાં બીએસએનએલની કનેક્ટિવિટીને અભાવને કારણે મામલતદાર ઓફીસ તથા બેંકોમાં લોકોને તેમના કામો અટકી જતા હોવાના કારણે લોકોને ધક્કા ખાવા પડતા હોય છે.સીંગવડ મામલતદાર ઓફિસમાં ચારથી પાંચ દિવસથી બી.એસ.એન.એલની કનેક્ટિવિટી નહીં મળવાના કારણે લોકો સવારથી મામલતદાર ઓફિસમાં કામ માટે આવતા તેમને તે કામ માટે સાંજ સુધી કનેક્ટિવિટી ચાલુ થવાની રાહ જોઈને બેસી રહેવું પડતું હોય છે.જ્યારે સાંજે અધિકારીઓ દ્વારા કનેક્ટિવિટી ચાલુ થઈ નથી.તેમ કહેતા તેમને નિરાશ થઈને ઘરે જવાનો વારો આવે છે.આ બી.એસ.એન.એલના અંધેર વહીવટના કારણે લોકોને પાંચ દિવસ સુધી કનેક્ટિવિટી નહીં મળતા લોકોને મામલતદાર ઓફીસમાંથી નકલો વગેરે કામો નહીં થવાના કારણે તેમના કામ અધૂરા રહી જતા હોય છે.જ્યારે બી.એસ.એન.એલની કનેક્ટવીટી મહિનામાં પાંચ પાંચથી દસ દિવસ સુધી નહિ ચાલતા અધિકારીઓને બેસવાનો વારો આવે છે. જ્યારે સરકાર દ્વારા બધુ ઓનલાઈન કરવા પર ભાર મૂકવામાં આવે છે.પરંતુ આવા અંધેર વહીવટના કારણે કનેક્ટિવિટી નહીં ચાલતા લોકોને સોસાવાનો વારો આવે છે જ્યારે બેંકોમાં લોકોને પોતાના રૂપિયા લેવા જવાના હોય છે.તો તે પણ કનેકટીવીટી ન હોવાના કારણે પોતાના રૂપિયા પોતાને ટાઈમથી નહીં મળતા નિરાશ થઈને ઘરે જવાનો વારો આવે છે. માટે આ બી.એસ.એન.એલ.ના અધિકારીઓ દ્વારા ઓનલાઇન કનેક્ટિવિટી ફટાફટ ચાલુ થાય અને કાયમ ચાલુ રહે તેવી કાળજી રાખીને કામ કરવામાં આવે એવી સિંગવડ તાલુકા ના લોકોની માંગ છે

error: Content is protected !!