Friday, 26/04/2024
Dark Mode

ફતેપુરા એસટીબસ ડેપોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી સાંજના સમયે અંધારપટ છવાયો: એસટી બસ ડેપોમાં પ્રાથમિક સુવિધાના અભાવે મુસાફરો પારાવાર મુશ્કેલીઓ વેઠવા મજબૂર

ફતેપુરા એસટીબસ ડેપોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી સાંજના સમયે અંધારપટ છવાયો: એસટી બસ ડેપોમાં પ્રાથમિક સુવિધાના અભાવે મુસાફરો પારાવાર મુશ્કેલીઓ વેઠવા મજબૂર

 વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

ફતેપુરા બસ સ્ટેશન ઉપર લાગેલ સ્ટ્રીટ લાઈટ એક માસથી બંધ, સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી મુસાફરોને પડતી મુશ્કેલી, રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી એસટી બસ ડેપો પર અંધારપટ છવાયો

ફતેપુરા તા.02

ફતેપુરા બસ સ્ટેશન ઉપર છેલ્લા એક માસથી સ્ટ્રીટ લાઇટો બંધ છે.તેના કારણે મુસાફરોને અગવડતા પડે છે.વારંવાર જાણ કરવા છતાં સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવતી નથી.જેના કારણે પરિવારજનો  સાથે અવરજવર કરતા મુસાફરો નાઈટ દરમિયાનઆવતા અંધારામાં મુશ્કેલીનો

સામનો કરવો પડતો હોય છે કઈ વખતે શું બને તેના માટે જવાબદાર કોણ તે યક્ષ પ્રશ્ન બની જવા પામેલ છે.બીજું કે બસ સ્ટેશનની અંદર સંડાશ બાથરૂમની અંદર નળો તૂટી ગયેલા છે.તે પણ વારંવાર જાણ કરવા છતાં તેની કોઇ કાળજી કે દરકાર કરવામાં આવતી નથી.એસ.ટી.તંત્રના અધિકારીઓ ફતેપુરા માં આવે છે કે કેમ ફતેપુરા બસ સ્ટેશનમાંથી બહાર નીકળતો રોડની  હાલત  બહુ ખરાબ છે.બસસ્ટેન્ડ બન્યું ને છ વર્ષ થયાં પણ રોડ બનાવવામાં કેમ નથી આવતો.નેતાઓ ને પણ વાર વાર જાણ કરવામાં આવેલ છે.આ બાબતે એસટી તંત્રએ ધ્યાન દોરી જવાબદાર અધિકારી જે તે વિભાગને લાગતું હોય તેને જાણ કરી વહીવટી તંત્રની મદદ લેવી જોઈએ અથવા તો એસટી તંત્રે જાતે રોડ બનાવવો જોઇએ તેવી સમયની માંગ છે.અને સફાઈ કર્મચારી સાત મહિનાથી પગાર માટે વલખા માંરે છે અને તેને સાત મહિનાથી પગાર પણ આપવામાં આવતો નથી જેથી આ બાબતોનો સથવારે નિકાલ થાય તેવી ફતેપુરા ગ્રામ્ય જનતાની માંગ છે.

error: Content is protected !!