Friday, 26/04/2024
Dark Mode

ફતેપુરાના સુખસરમાં લઘુમતી તથા સિંધી સમાજનો મારામારી મામલો:સુખસર બંધના એલાનને સારો પ્રતિસાદ મળ્યો:બજારો સજ્જડ બંધ રહ્યા

ફતેપુરાના સુખસરમાં લઘુમતી તથા સિંધી સમાજનો મારામારી મામલો:સુખસર બંધના એલાનને સારો પ્રતિસાદ મળ્યો:બજારો સજ્જડ બંધ રહ્યા

શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા 

ફતેપુરા તાલુકાના સુખસરમાં લઘુમતી તથા સિંધી સમાજની તકરારમાં સુખસર બંધના એલાને સારો પ્રતિસાદ મળ્યો,લઘુમતી સમાજના ઈસમોએ સિંધી સમાજના યુવાન સહિત મહિલાઓ સાથે મારામારી કરી હતી.

ફતેપુરા ,તા.૨૫

ફતેપુરા તાલુકાના સુખસર ખાતે ૨૨ જુલાઇ-૨૦ ના રોજ લઘુમતી સમાજના ઈસમો દ્વારા રાત્રિના સમયે સિંધી સમાજના સ્થાનિકોના ઘરે જઇ એક માસૂમ બાળકી સહિત મહિલાઓ સાથે મારામારી કરી આતંક મચાવી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું.જેમાં સિંધી સમાજના એક યુવાનને ઇજાઓ પહોંચવા પામી હતી. જે સંદર્ભે ગતરોજ સુખસરના સ્થાનિકો અને હિન્દુ સંગઠન દ્વારા ફતેપુરા મામલતદાર સમક્ષ આવેદનપત્ર આપી શનિવારના રોજ સુખસર ગામને સજ્જડ બંધ રાખવા આહવાન આપવામાં આવ્યું હતું.જેના અનુસંધાને આજરોજ સુખસર બંધ ને સારો પ્રતિસાદ મળ્યો હતો.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરમાં ગત બુધવારના રોજ રાત્રીના સમયે કોઈક કારણોસર લઘુમતી સમાજના ઈસમોએ સિંધી સમાજના ઘરે જઈ એક બે વર્ષની બાળકી સહિત ત્રણેક મહિલાઓ સાથે ઝપાઝપી તથા મારામારી કરી ભાગી છૂટયા હતા. પોલીસે ગણતરીના સમયમાં પાંચ આરોપીઓને જબ્ભે પણ કરી લીધા હતા. જોકે મારામારીમાં સિંધી સમાજના એક યુવાનને માથામાં તથા છાતીના ભાગે ઇજાઓ પહોંચવા સાથે નિર્દોષ બાળકી તથા મહિલાઓ સાથે ઝપાઝપી તથા મારામારી થતાં સુખસર ગામમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. જેના લીધે તાત્કાલિક સુખસર ખાતે પોલીસ કાફલો પણ બોલાવી લેવામાં આવ્યો હતો.અને સ્થિતિ વધુ વકરે તે પહેલા મામલો સંભાળી લીધો હતો. તેમજ મારામારી બાબતે લઘુમતી સમાજના પાંચ ઈસમો સામે મારામારી સંબંધી સુખસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ પીડિત સિંધી પરિવાર સાથે લઘુમતી સમાજના ઇસમો દ્વારા ગુનાહિત કાવતરું ઘડી મહિલાઓ સાથે ઝપાઝપી મારામારી કરતા સુખસર ગામમાં બનાવને લઇને અરેરાટી વ્યાપી જવા પામી હતી. તેમજ ગામની શાંતિ ડહોળવાના થયેલા પ્રયત્નોને ગ્રામજનો સહિત હિન્દુ સંગઠનો દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢી ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપી શનિવારે સુખસર બંધ રાખવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.જેમાં બંધના એલાન દરમ્યાન લઘુમતિ સમાજની કેટલીક દુકાનોને બાદ કરતા સુખસર ગામમાં હિન્દુ સમાજ દ્વારા તમામ ધંધા-રોજગાર બંધ રાખી શાંતિપૂર્ણ વાતાવરણમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

error: Content is protected !!