Friday, 29/03/2024
Dark Mode

ગરબાડા -ગાંગરડીને જોડતો ખખડધજ માર્ગનું નવીનીકરણ કરાતા સ્થાનિકોમાં હર્ષની લાગણી છવાઈ

ગરબાડા -ગાંગરડીને જોડતો ખખડધજ માર્ગનું નવીનીકરણ કરાતા સ્થાનિકોમાં હર્ષની લાગણી છવાઈ

 વિપુલ જોષી @ ગરબાડા 

વર્ષો બાદ ગરબાડા ગાંગરડીનો ૪ કી.મી.નો રસ્તો બનાવાતા સ્થાનિકોમાં ખુશી
૧ કરોડ ૨૫ લાખના ખર્ચે હાલમાં આ ડામર રસ્તો બનાવાઇ રહ્યો છે

ગરબાડા તા.22

ગરબાડા-ગાંગરડીને જોડતો ૪ કિમી ડામર રસ્તો રસ્તો અંદાજિત પાછલા પાંચ સાત વર્ષથી બન્યો જ ન હતો જેના કારણે આ રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા હતા.અને અનેક અકસ્માતોની ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો.જે બાબતને લઈને વર્ષોથી સ્થાનિકો દ્વારા આ રસ્તો બનાવવાની માંગણી હતી જે માંગણી હાલમાં સંતોષાઈ રહી છે અને સ્ટેટ આરએન્ડબી દ્વારા હાલમાં રૂપિયા ૧ કરોડ ૨૫ લાખ ના ખર્ચે ગરબાડા થી ગાંગેડી નો ૪ કી.મી.નો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે જે બાબતને લઈને ગરબાડા ગાંગરડી સહિત સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સાથે સાથે લોકોમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે વર્ષો બાદ જ્યારે આ રસ્તો બનાવી બનાવાઇ રહ્યો છે ત્યારે તેની કામગીરી ધારાધોરણ મુજબ ની થાય તેવું પ્રજા ઈચ્છી રહી છે.

error: Content is protected !!