Friday, 21/01/2022
Dark Mode

દાહોદ શહેરમાં લોકડાઉનમાં આંશિક છૂટછાંટોની વચ્ચે ફ્રૂટની લારીઓવાળા માસ્ક પહેરવાનું ભુલ્યા:કોરોના સંક્રમણ વધવાનો ભય

દાહોદ શહેરમાં લોકડાઉનમાં આંશિક છૂટછાંટોની વચ્ચે ફ્રૂટની લારીઓવાળા માસ્ક પહેરવાનું ભુલ્યા:કોરોના સંક્રમણ વધવાનો ભય

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ શહેરમાં લોકડાઉનમાં આંશિક છૂટછાંટોમાં ફ્રૂટની લારીઓવાળા માસ્ક પહેરવાનું ભુલ્યા:કોરોના સંક્ર્મણ વકરવાનો ખતરો વધવા પામ્યો

દાહોદ તા.૨૨

કોરોના મહામારીમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવી મેગાસિટીઓમાં શાકભાજી તેમજ ફ્રૂટની લારીઓવાળા કોરોના પોઝીટીવ આવતા કોરોના વાયરસનો વ્યાપ વધવા પામ્યો છે.ત્યારે દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તાર ખાતે આવેલ શાકભાજી તથા ફ્રુટની લારીઓ ઉપર આજે વેપાર કરતાં વેપારીઓ માસ્ક વગર નજરે પડ્યા હતા. આ નજારો જોઈ ખરીદી કરતા ગ્રાહકો સાથે સાથે અવર જવર કરતાં લોકોમાં અનેક સવાલો સાથે આરોગ્યની સાવચેતીની પણ ચિંતા થવા પામી હતી ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા માસ્ક પહેર્યા વિના આવા વેપારીઓ સામે ક્યારે કાર્યવાહી હાથ ધરશે તે પણ ચર્ચાનો વિષય રહેવા પામ્યો છે.જોકે કોરોના સામેની જંગમાં જેટલી જવાબદારીઓ વહીવટી તંત્રની છે.તેટલી નગરવાસીઓ પણ છે.

કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે દેશભરમાં દિવસે દિવસે કેસો વધી રહ્યા છે. દાહોદમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો તથા જિલ્લાવાસીઓમાં પણ ચિંતાનો માહૌલ જાવા મળી રહ્યો છે. લોકડાઉનના ચોથા તબક્કામાં આપવામાં આવેલ આંશિક છુટછાટોને પગલે બજારો ફરી ધમધમી ઉઠ્યા છે. તે એક સારી વાત છે પરંતુ તકેદારીના ભાગરૂપે દુકાનદારો સાથે સાથે ગ્રાહકોની પણ એટલી જ જવાબદારી છે. દાહોદમાં ચાહની લારી, ફળફળાદી, શાકભાજીની હાટડીઓવાળાઓએ પણ પોતાનો રોજગાર ધંધો શરૂ કરી દીધો છે ત્યારે આજના એક નજારાથી સૌ કોઈની ચિંતામાં વધારો કરી દીધો છે. શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા ફ્રુટની લારીઓ વાળા તથા શાકભાજી વેચતા લોકો દ્વારા વેચાણ દરમ્યાન મોંઢે માસ્ક પણ પહેર્યા ન હતા.  સાથે સાથે સેનેટરાઝર પણ જોવા મળ્યા ન હતા. આ કેટલુ હિતાવહ છે. એક તરફ જાહેરનામા પ્રમાણે ફરજીયાત માસ્ક અને સેનેટરાઈઝરનો ઉપયોગ કરવા જણાવાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ આવા વેપારીઓ દ્વારા નિયમોનું કોઈ પાલન ન કરતાં જાહેર જનતાના આરોગ્યને જાખમમાં મુકે તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા હતા. શું આ તરફ વહીવટી તંત્ર ધ્યાન દોરશે કે જૈસે થે વૈસેની પરિસ્થતી જ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના સામેની જંગમાં જેટલી જવાબદારીઓ વહીવટી તંત્રની છે.તેટલી નગરવાસીઓ પણ છે.જ્યારે ગ્રાહકે પણ કોરોનાને વધુ વકરતા રોકવા માટે પોતાની ફરજ નિભાવી ખરીદી કરતી વખતે લારીવાળો જો માસ્ક કે સૅનેટાઇઝ સહીતના પાલન સાવચેતી ના રાખતો હોય તો ગ્રાહકને પણ ત્યાંથી ખરીદી કરવાનું ટાળી દેવું જ જનહિતમાં છે.હાલમાં કોરોના મહામારી દરમિયાન આરોગ્ય તંત્ર વહીવટી તંત્ર સહીત આરોગ્ય વિભાગ અન્ય કામગીરીમાં સતત વ્યસ્ત હોવાથી લારીઓવાળા બેફિકર થઈ ગયા છે.જોકે ગ્રાહક ખરીદી કરતી વખતે જો જાતે સાવચેતી રાખવાનું કે દેશકાજે પોતાની ફરજ સમજી આવા લારીવાળાને ટકોર કરે તો પણ મહદઅંશે આ સમસ્યાનો હલ નીકળી જાય તેમ છે.

error: Content is protected !!