Wednesday, 04/12/2024
Dark Mode

સીંગવડ તાલુકામાં નરેગા સહીતના કામો ચાલુ ન થતાં મજૂરોની હાલત કફોડી

સીંગવડ તાલુકામાં નરેગા સહીતના કામો ચાલુ ન થતાં મજૂરોની હાલત કફોડી

કલ્પેશ શાહ @ સીંગવડ 

સીંગવડ તા.20

સિંગવડ તાલુકામાં રાહતના કોઈ પણ કામ નહીં ચાલતા લોકોને રોજગારીની તકલીફ

સીંગવડ તાલુકાના ગામોમાં રાહતના કોઈપણ સરકારી કામો નહીં ચાલતા ગામડાની ગરીબ પ્રજાને રોજગારી નહીં મળતા ગામડાની પ્રજાને ભૂખે મરવાનો વારો આવે તેમ છે.સરકારશ્રી દ્વારા ઘણા તાલુકાઓમાં નરેગામાં તળાવ ઊંડા જમીન સમતળ ચેકડેમો રસ્તા ખેત તલાવડી વગેરે સરકારી કામો ચાલુ કરવામાં આવે છે પરંતુ સિંગવડ તાલુકામાં આવા કોઈ પણ કામ ગામડાંની પ્રજા માટે કરવામાં આવ્યા નથી થતા કોરોનાવયરસની બીમારી ને લીધે તથા લોકડાઉનની પરિસ્થિતિ જોતા જો ગામડા ઓમાં તળાવ ઊંડા કરવામાં આવે તો ગરીબ પ્રજાને રોજગારી મળી રહે તેમ છે અને લોકોને રોજીરોટી મળી રહે તો પણ તેમનું પણ ગુજારાન ચાલી શકે તેમ છે.જો આવી તકલીફ ના સમયમાં આવા અછત ના કામો કરવામાં આવે તો સિંગવડ તાલુકાની પ્રજાને ઘણો લાભ થાય તમે છે. અને તેમને ભૂખે મરવાનો વારો આવે તેમ નથી જો સરકારી તંત્ર અને સ્થાનિક નેતાઓ દ્વારા જો આ સિંગવડ તાલુકામાં ગરીબ પ્રજાને રોજીરોટી મળી રહે તેવા કામો ચાલુ કરવામાં આવે તો સિંગવડ તાલુકાની પ્રજાને રાહત મળી શકે તેમ છે અને આ કોરોના જેવી મહામારીની પરિસ્થિતિમાં ગામડાની પ્રજાને બહારગામ કામે જવાય નહીં તેના કારણે સ્થાનિક જો કામ મળી રહે તો આ ગામડાની પ્રજાને રાહત થાય તેમ છે સો આના માટે સ્થાનિક નેતાઓ રસ લેશે ખરા ગામડાંની પ્રજા માટે કામ ચાલુ કરશે ખરા? તે સમય જ બતાવશે

error: Content is protected !!