Wednesday, 04/12/2024
Dark Mode

મહીસાગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ: એક જ દિવસમાં કોરોના પોઝીટીવના 15 કેસો નોંધાતા ખળભળાટ

મહીસાગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ: એક જ દિવસમાં કોરોના પોઝીટીવના 15 કેસો નોંધાતા ખળભળાટ

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તારીખ ૧૯.

       મહિસાગર જિલ્લામાં કોરોના નો કેર જોવા મળે છે આજે એકાએક ૧૫ કેસો મહિસાગર જિલ્લામાં નોંધાયા છે.
મહીસાગર જિલ્લાનો કુલ કોરોના કેસોનો આંક ૬૫ થયો.જેમાં જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા એક જ દિવસમાં ૧૫નો વધારો થતાં ૨૭ ઉપર પહોંચી ગયેલ છે.

આજે સંતરામપુર ખાતે બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં એક સ્ટેટ બેન્ક નો કર્મચારી છે જિલ્લાના વિરપુર ખાતે ૪ તેમજ બાલાસિનોર ખાતે ૭ અને કડાણા તાલુકામાં ૨ કોરોના પોઝિટિવ નોંધાતા જિલ્લામાં આજે ૧૫ કેસો નો વધારો થતાં એક્ટિવ કોરોના કેસોઆક ૨૭ ઉપર પહોંચી જતા એક જ દિવસમાં આક ડબલ થઇ ગયો છે જેનાથી જિલ્લામાં કોરોના નો ભઈ જોવા મળે છે .

મહિસાગર જિલ્લામાં લાંબા દિવસો બાદ આજે દુકાનો માર્કેટ ધંધા-રોજગાર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવેલ હતી પરંતુ તેની સાથે સાથે કોરોના  કેસોનો આક પણ મોટો થયેલ છે.

error: Content is protected !!