Friday, 21/01/2022
Dark Mode

શ્રી ગુવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાદ્વારા સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહોત્સવ વિષયે નો કાર્યક્રમ યોજાયો

October 2, 2021
        1866
શ્રી ગુવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાદ્વારા સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહોત્સવ વિષયે નો કાર્યક્રમ યોજાયો

બાબુ સોલંકી, સુખસર 

શ્રી ગુવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાદ્વારા સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહોત્સવ વિષયે નો કાર્યક્રમ યોજાયો.

સુુખસર તા.૦૨

ગુજરાતસંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને અનુસ્નાતક સંસ્કૃત વિભાગ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહોત્સવ એ વિષય ઉપર તારીખ 19/8/ 2021 થી તારીખ 8/ 9/ 2021 સુધી વ્યાખ્યાનમાળા યોજવામાં આવી. આ વ્યાખ્યાનમાળામાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તેમજ મહામાત્રનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.શ્રી ગોવિંદ ગુરુ વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફેસર ડૉ પ્રતાપસિંહ ચૌહાણ તેમજ રજીસ્ટાર ડૉ.અનિલ સોલંકીનો પણ પણ વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રથમ વ્યાખ્યાન તારીખ 19/ 8/ 2021 ના રોજ યોજવામાં આવ્યું જેમાં વક્તા ડૉ. અમૃતલાલ ભોગાયતાજી ઉપમન્યુ કૃત શિવસ્તોત્ર વિષય પર મનનીય વ્યાખ્યાન આપ્યું. આ દિવસે પ્રાર્થના શ્રેયા દવેએ કરી તેમજ આવકાર ડૉ.રાજેશ વ્યાસ, કાર્યવાહક નિર્દેશક, અનુસ્નાતક સંસ્કૃત વિભાગ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી,ગોધરા એ આપ્યો. આજના દિવસે આશીર્વાદ કુલપતિ પ્રોફેસર ડો.પ્રતાપસિંહ ચૌહાણે આપ્યા તેમજ સંસ્કૃત સાહિત્ય અકાદમી વતી આવકાર ડોક્ટર ભાવ પ્રકાશ ગાંધી દ્વારા આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં વિમર્શકાર તરીકે ડોક્ટર રાજેશ વ્યાસ રહ્યા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મહેશ પટેલ તેમજ આભારવિધિ ડોક્ટર દિલીપસિંહ ચૌહાણે કરી. આ કાર્યક્રમમાં ગુજરાત અને ગુજરાત બહારથી ઘણા સંસ્કૃત અનુરાગીજનો જોડાયા હતા.21 /8 /2021 ના રોજ દ્વિતીય વ્યાખ્યાન રહ્યું.જેમાં વક્તા ડોક્ટર મહેશપટેલે સરકારી વિનયન કોલેજ ,ગાંધીનગર) રહ્યા. તેમણે ચર્પટપંજરીકા સ્તોત્ર પર મનનીય વ્યાખ્યાન આપ્યું.આ દિવસે પ્રાર્થના અને વક્તા પરિચય અમિષાબેન દવેએ કર્યું.તેમજ વ્યાખ્યાનો વિમર્શ પૂર્વીબેન દવેએ આપ્યું અને આભારવિધિ ડોક્ટર જસુબેન પરમારે કરી.
તારીખ 24/ 8 /2021 ના રોજ ડોક્ટર કમલેશકુમાર ચોક્સીનો સ્તોત્રનું સ્વરૂપ- ગુણસંકીર્તન અને પ્રાર્થના વિષય પર ખૂબ જ સુંદર વ્યાખ્યા રહ્યું.આ દિવસે પ્રાર્થના ડોક્ટર જશુબેન પરમારે કરી તેમજ વક્તા પરિચય ડૉ.મહેશ પટેલે કરાવ્યો. આ દિવસે વક્તવ્યનો વિમર્શ ડોક્ટર રાજેશ વ્યાસે આપ્યું અને તેમણે આભારદર્શન પણ કર્યું.આ દિવસે ગુજરાતના ઘણાં સંસ્કૃત રસિકજનો જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.27/ 8 /2021 ના રોજ ડોક્ટર ભાવપ્રકાશ ગાંધી સરકારી વિનયન કોલેજ, ગાંધીનગર થી વૈદિક પુરુષ સૂક્ત વિષય ઉપર ખૂબ જ સુંદર વ્યાખ્યાન આપ્યું.આ દિવસે પ્રાર્થના ડોક્ટર પ્રીતિબેન પૂજારાએ કરી તેમજ વક્તાનો પરિચય ડોક્ટર રાજેશ વ્યાસે આપ્યો. આ દિવસે વિમર્શકાર ડોક્ટર ચિંતન દવે રહ્યા તેમજ આભાર દર્શન ડોક્ટર નરેશ વણઝારાએ કર્યું.આ દિવસે સંસ્કૃતાનુરાગીજન ગુજરાત અને ગુજરાત બહારથી પણ જોડાઈ આ કાર્યક્રમને વધાવ્યો હતો. 31/ 8 /2021ના રોજ ડોક્ટર મંજુલાબેન વીરડીયાજીએ શંકરાચાર્ય રચિત કૃષ્ણપરક સ્તોત્ર ઉપર ખૂબ જ સુંદર રીતે પોતાનું વ્યાખ્યાન આપ્યું હતું. આ દિવસે પ્રાર્થના તેમજ વક્તાનો પરિચય ડોક્ટર હેતલબેન પંડ્યા અનુસ્નાતક સંસ્કૃત વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદએ આપ્યું હતું. તેમજ વિમર્શકાર તરીકે ડોક્ટર અમૃતલાલ ભોગાયતાજીએ પોતાની ફરજ નિભાવી હતી.કાર્યક્રમમાં આભાર દર્શન ડોક્ટર નરેશ વણઝારાએ કર્યો હતો. આ કાર્યક્રમમાં પણ ઘણાં સંસ્કૃત રસિકજનો જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો.2/ 9/ 2021ના રોજ ડોક્ટર દિનેશકુમાર. આર. માછીએ ગંગાલહેરી સ્તોત્ર ભક્તિની મસ્તીનું માધુર્ય એ વિષય પર ખૂબ જ સુંદર રીતે પોતાનું મનનીય વ્યાખ્યાન આપ્યું હતું.અને ભાવકોને રસ-તરબોળ કર્યા હતા.આ દિવસે પ્રાર્થના આસ્થાબેન મહેતાએ તેમજ આવકાર ડોક્ટર રાજેશ વ્યાસે કર્યો હતો.વિષયના વિમર્શકાર તરીકે ડોક્ટર જીતેન્દ્ર ટેલર સાહેબ તેમજ આભાર દર્શન ડોક્ટર દિલીપસિંહ ચૌહાણે કર્યુ હતું. આ વ્યાખ્યાનમાં પણ ઘણા બધા સંસ્કૃત રસિકજનો અને છાત્રગણ પણ જોડાયા હતા. 6/ 9 /2021 ના રોજ ડોક્ટર મહેશ બી પટેલ ,(આર્ટસ કોલેજ સિંગવડ એ આદિત્ય હૃદય સ્તોત્ર પર પોતાનું વ્યાખ્યાન આપ્યું હતું.આ દિવસે પ્રાર્થના ગાર્ગી નયનાબેન તેમજ વક્તા પરિચય દિલીપસિંહ ચૌહાણે આપ્યો હતો. વિમર્શકાર તરીકે ડૉ.પ્રીતિબેન પૂજારાએ પોતાના મત રજૂ કર્યા હતા. અને આભારદર્શન ડોક્ટર નરેશ વણઝારાએ કર્યું હતું.
તારીખ 8/9/ 2019 ના રોજ સમાપન સમારોહ ઉજવવામાં આવ્યો.જેમા વક્તા ડોક્ટર કાલિન્દીબેન પાઠકે શક્રાદય સ્તુતિ વિષય ઉપર પોતાનું વ્યાખ્યાન રજૂ કર્યું. તેમજ વિમર્શકાર તરીકે ડોક્ટર મયુરીબેન ભાટીયા અનુસ્નાતક સંસ્કૃત વિભાગ ,ગુજરાત યુનિવર્સિટી ,અમદાવાદ પોતાનો મત રજૂ કર્યો. આ કાર્યક્રમમાં પ્રાર્થના ધૈર્યાબેન માંકડે તેમજ વક્તા પરિચય ડોક્ટર નરેશ વણઝારાએ આપ્યો. તેમજ આભાર વિધિ ડોક્ટર રાજેશ વ્યાસે કરી.આ કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે પ્રોફેસર ડૉ. પ્રતાપસિંહ ચૌહાણે કુલપતિ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા બધાને આવકાર અને અભિવાદન આપ્યો.તેમજ સંસ્કૃત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવે પણ બધાને આવકાર અને આશીર્વાદ આપ્યા. કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મહેશ પટેલ અને ડોક્ટર દિલીપસિંહ ચૌહાણે કર્યુ.
આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય સંયોજક ડોક્ટર રાજેશ વ્યાસ કાર્યવાહક નિર્દેશક, અનુસ્નાતક સંસ્કૃત વિભાગ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા એ સર્વનો આ તબક્કે આભાર વ્યક્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!