
જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
ઝાલોદ તાલુકાના પાણીવડ ગામે ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ જુનાગઢ દ્વારા મેડીકલ કેમ્પ યોજાયો
દાહોદ તા.02
શ્રી ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ ની જુનાગઢ ટીમ દ્વારા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પાણીવેડ ગામે મેડીકલ કેમ્પ યોજાયો હતો.આ કેમ્પનું ઉદઘાટન જિલ્લા પંચાયતના અતુલભાઇ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું પાણી વેડ ગામ અને આજુબાજુના ગામડાંના દર્દીઓએ આ ચિકિત્સા કેમ્પ માં ઉપસ્થિત રહી પોતાના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જુનાગઢ થી બાળ રોગ નિષ્ણાંત સ્ત્રીરોગ નિષ્ણાત ઓર્થોપેડિક સર્જન તથા ફિઝિશિયન તેમજ કાર્ડિયોલોજિસ્ટ સહિત ડોક્ટરોએ તમામ સુવિધાઓ અને જરૂરી આવશ્યક દવાઓ સાથે ઉપસ્થિત રહી દર્દીઓની સેવા સુશ્રુતના કરી હતી આ તકે સામાજિક અગ્રણી શ્રી રીટાબેન આસપાસના ગામના સરપંચો ગ્રામજનો શહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ કેમ્પમાં સહભાગી થયા હતા બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર ભરત વોરાએ બાળકોમાં કુપોષણ નિવારણ માટે ગ્રામજનોને માર્ગદર્શન આપી જરૂરિયાતમંદ દર્દીઓને દવાઓ પૂરી પાડી હતી આ તકે હા પાણી વેડ ગામ અને આસપાસના ગામના લોકો ને કોરોના વેક્સિન અંગે સમજણ આપી અને વેક્સિન લેવા પ્રેર્યા હતા સામુહિક આરોગ્ય કેન્દ્ર તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ટીમના સભ્યોએ વેક્સિન આપી લોકોને કોરોના સામે સુરક્ષિત કર્યા હતા.