સુખસર તાલુકાના બલૈયા ખાતે આસ્થા ભક્તિ અને સેવાના સંગમ સમાન મહિલા કાવડ યાત્રા યોજાઇ*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*સુખસર તાલુકાના બલૈયા ખાતે આસ્થા ભક્તિ અને સેવાના સંગમ સમાન મહિલા કાવડ યાત્રા યોજાઇ*

( પ્રતિનિધિ )સુખસરતા 23

સુખસર તાલુકાના બલૈયા ખાતે આસ્થા ભક્તિ અને સેવાના સંગમ સમાન 23 ઓગસ્ટ ના રોજ મહિલા કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં150 જેટલા કાવડ યાત્રિકોએ ભાગ લીધો હતો.જ્યારે સુખસર તાલુકાના ભોજેલા પાતાળેશ્વર મહાદેવ મંદિર થી લઈ બલૈયા મહાદેવ મંદિરે અભિષેક કરવામાં આવ્યો હતો.અને આ કાવડ યાત્રા ઉત્સાહ અને શ્રદ્ધાભેર કાઢવામાં આવી હતી.હર હર મહાદેવ અને બોલબમના ગુંજતા નારા સાથે સમગ્ર બલૈયા નગર શિવમય બની ગયું હતું.જ્યારે ડીજેના તાલ સાથે આ કાવડયાત્રા બલૈયા મહાદેવ મંદિરે શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાદેવની કૃપા મેળવી ધન્યતા અનુભવી હતી.

Share This Article