રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લા કલેકટરશ્રી સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને સંકલન બેઠક યોજાઈ
દાહોદમાં યોજાનાર ૧૫ મી ઓગસ્ટ તેમજ તિરંગા યાત્રા અંગે પણ અપાયા સૂચનો
દાહોદ તા. 13
દાહોદ જિલ્લા કલેકટર કચેરી, સભાખંડ હોલ ખાતે જિલ્લા કલેકટરશ્રી સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જે દરમ્યાન સંબંધિત વિભાગોના કેસોનો ઝડપથી નિકાલ લાવવા માટે સૂચના અપાઈ હતી.
આ બેઠકની શરૂઆતમાં નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ દ્વારા આવનાર દિવસોમાં યોજનાર ૧૫ મી ઓગસ્ટ અને તિરંગા યાત્રાના સુચારુ આયોજન અંગે અમલીકરણ સૌ અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવા સહિત સૂચનાઓ આપવામાં આવી હતી. 
ત્યારબાદ શરૂ થયેલ સંકલન બેઠક દરમ્યાન વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ દ્વારા પીપીટી થકી વિભાગીય વિગતો તેમજ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિ, ધાર્મિક દબાણ, જિલ્લા પુરવઠા, ફૂડ એન્ડ ડ્રગ્સ, તકેદારી મોનીટરીંગ સમિતિ, રોડ સેફટી કમિટી, એસીબી તરફથી રજૂ થતા કેસોની કલેકટરશ્રી દ્વારા સમીક્ષા જેવા વિવિધ વિભાગોની કામગીરી સમીક્ષા કરવામાં આવી હતી.
આ દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગમાબેન મોહનિયા, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ, નાયબ વન સંરક્ષકશ્રીઓ, પ્રાંતશ્રીઓ સહિત સંકલનના તમામ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
