દાહોદ જિલ્લામાં માર્ગોના પેચવર્કનું કાર્ય યુદ્ધના ધોરણે શરૂ : રૂવાબારી એપ્રોચ રોડ પર GSB પેચવર્કથી માર્ગ સુધારણા હાથ ધરાઈ*

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદ જિલ્લામાં માર્ગોના પેચવર્કનું કાર્ય યુદ્ધના ધોરણે શરૂ : રૂવાબારી એપ્રોચ રોડ પર GSB પેચવર્કથી માર્ગ સુધારણા હાથ ધરાઈ*

દાહોદ તા. 30 

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન માર્ગો વાહન વ્યવહાર માટે સલામત અને સુગમ રહે તે માટે માર્ગ મરામત કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે. 

તેના ભાગરૂપે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં આવેલ રુવાબરી એપ્રોચ રોડ (કિ.મી.u 0/0 થી 9/400) પર પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ દ્વારા GSB પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ માર્ગ પર વરસાદને કારણે સર્જાયેલા ખાડાઓ અને ક્ષતિગ્રસ્ત વિસ્તારોમાં GSB પેચવર્ક કરીને માર્ગની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવી રહ્યો છે. કામગીરી પહેલાં અને બાદના ફોટોગ્રાફ્સમાં માર્ગની ગુણવત્તામાં થયેલો ફેરફાર સ્પષ્ટપણે જોવા મળે છે.

વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીથી વાહનચાલકોને વધુ સુરક્ષિત અને સરળ મુસાફરીની સુવિધા મળશે તેમજ ચોમાસા દરમિયાન માર્ગ અકસ્માતોની સંભાવના પણ ઘટશે. સ્થાનિક ગ્રામજનો અને રોજિંદા મુસાફરોને પણ આ કામગીરીથી રાહત મળશે.

પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ દાહોદ દ્વારા જિલ્લામાં વિવિધ માર્ગો પર જરૂરિયાત મુજબ તબક્કાવાર મરામત અને પેચવર્કની કામગીરી સતત કરવામાં આવી રહી છે. વિભાગનો મુખ્ય ઉદ્દેશ સલામત, સુવિધાજનક અને અવરજવર માટે યોગ્ય માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનો છે.

00

Share This Article