ફતેપુરા તાલુકાના વટલી પ્રાથમિક શાળામાં વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના વટલી પ્રાથમિક શાળામાં વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

*મચ્છરના ઉત્પતિ સ્થળોની ઓળખ અને તેના નિકાલ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

 સુખસર,તા.20

   વિશ્વ મચ્છર દિવસને અનુલક્ષીને ફતેપુરા તાલુકાના વટલી પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો અંગે જાગૃતિ આવે તે હેતુસર શાળાકીય જનજાગૃતિ કાર્યક્રમ યોજાવામા આવ્યો હતો.

          દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવતના સૂચન અનુસાર તથા જિલ્લા મલેરિયા અધિકારી ડૉ.અતીત ડામોર અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સુરેશ વી.અમલિયારના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને મચ્છરજન્ય રોગોના કારણો,લક્ષણો ફેલાવાની રીતો તથા રોગોથી બચવાના ઉપાયો અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓને મલેરિયા,ડેન્ગ્યુ અને ચિકનગુનિયા અંગે માહિતી અને જાગૃતિ આપવામાં આવી હતી. મચ્છરજન્ય રોગોના લક્ષણો તથા રોગથી બચવાના ઉપાયો અંગે સમજ આપવામાં આવી હતી.

      શાળા પરિસરમાં પાણી ભરાવાના સ્થળોની તપાસ કરી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.શાળા પરિસરમાં સ્વચ્છતા જાળવવા અને કચરો એકત્રિત ન થવા દેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પાણીની ટાંકી,કુંડા,ડ્રમ,કુલર તથા અન્ય પાણીના પાત્રોમાં પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવા સમજાવવામાં આવ્યું હતું.

           મચ્છરના ઉત્પત્તિ સ્થળોની ઓળખ અને તેના નિકાલ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.વિધાર્થીઓ ને મચ્છરના ઈંડા અને પોરા, લાર્વા ઉત્પત્તિ વિશે લાઈવ ડેમોગ્રાફી બતાવી મચ્છર વિશે માહિતી આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને પોતાના ઘરે તથા આસપાસના વિસ્તારમાં પાણી ભરાવા ન દેવા અને પરિવારજનોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવા સમજાવવામાં આવ્યું હતું.

મચ્છરદાનીનો ઉપયોગ કરવા તથા તાવ આવે ત્યારે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલિક તપાસ કરાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તથા વિદ્યાર્થીઓને પોતાના ઘેરે શુ શુ કાળજી લેવી તેની પણ સૂચનાઓ આપવામાં આવી હતી.તમારું ઘર, શાળા અને ગામ મચ્છર મુક્ત રાખો.”

વિદ્યાર્થીઓએ પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાયેલા સ્થળો શોધી તેનો નિકાલ કરાવવા પરિવાર અને સમાજને પ્રેરણા આપવી,તાવ આવે ત્યારે સ્વયં દવા ન લેતા નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી.સમગ્ર કાર્યક્રમ આયોજન આયુષ્માન આરોગ્ય મંદિર વટલી આરોગ્ય કર્મચારી રાજુભાઈ પ્રજાપતિ અને મલેરિયા ટેક્નિકલ સુપરવાઈઝર અશોક ભાઈ તાવીયાડ દ્વારા કરવામાં આવ્યુ હતું.અને વિધાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યુ હતું. 

જનજાગૃતિ માટે સૂત્રોચાર પણ કરવામાં આવ્યા હતા.

“પાણી ભરાવા નહીં દઈએ, મચ્છરને વધવા નહીં દઈએ.”

“સ્વચ્છ શાળા – સ્વસ્થ બાળકો – મચ્છરજન્ય રોગોથી સુરક્ષિત સમાજ.”જેવા સૂત્રો પણ આપવામાં આવ્યા હતા.

Share This Article