સુખસર ખાતે સંત રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતી નિમિત્તે કળશ યાત્રાની ઉજવણી કરવામાં આવી* *સામાજિક સમરસતા નો સંદેશ આપતા મહત્વપૂર્ણ કાર્યક્રમમાં રાજકીય સંગઠનના મોટાભાગના હોદ્દેદારોની ગેરહાજરી!*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*સુખસર ખાતે સંત રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતી નિમિત્તે કળશ યાત્રાની ઉજવણી કરવામાં આવી*

*સામાજિક સમરસતા નો સંદેશ આપતા મહત્વપૂર્ણ કાર્યક્રમમાં રાજકીય સંગઠનના મોટાભાગના હોદ્દેદારોની ગેરહાજરી!*

સુખસર,તા.21

      ભારતીય જનતા પાર્ટી દ્વારા સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સામાજિક સમરસતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાના હેતુથી શહેરો,નગરો,તાલુકા અને ગામેગામ કળશ યાત્રા યોજવામાં આવી રહી છે.તેવી જ રીતે આજરોજ સુખસર ખાતે કળશ યાત્રા યોજવામાં આવી હતી.જેમાં રાજકીય સંગઠનના કાર્યકરોની ઉણપ જણાઈ રહી હતી.

        આજરોજ સુખસર ખાતે વિશ્વકર્મા મંદિર થી સંત શિરોમણી રોહીદાસ મહારાજ ની 650 મી કળશ યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા પંચાલ ફળિયા વિશ્વકર્મા મંદિરથી સુખસર ગામમાં વાજતે ગાજતે રથ સાથે ફેરવવામાં આવી હતી.જેમાં સુખસર ગામના સરપંચ નરેશભાઈ કટારા દાહોદ જિલ્લા સંત રોહીદાસ સમરસ સંકલ્પ અભિયાનના ઇન્ચાર્જ દેવચંદભાઈ પરમાર તથા સુખસર તાલુકાના અનુસૂચિત જાતિના પ્રમુખ નિરજભાઈ,મહામંત્રી દિલીપભાઈ તથા મગનભાઈ,કાળુભાઈ તથા કોયાભાઈ તેમજ વિમલેશભાઈ, જીવાભાઇ તેમજ આશિષભાઇ પંચાલ,જીગ્નેશભાઈ કલાલ, પંકજભાઈ અગ્રવાલ,રાજુભાઈ પંચાલ,પ્રિતેશભાઈ પંચાલ

દશરથભાઈ પ્રજાપતિ તેમજ સુખસરના તમામ સમાજના સભ્યોએ કળશ યાત્રામાં જોડાઈ સંત શિરોમણી રોહીદાસ મહારાજની જય બોલાવી વાજતે-ગાજતે આ શોભાયાત્રામાં જોડાયા હતા.

      આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં સુખસર તાલુકા ભાજપના હોદ્દેદારોની ઉણપ જણાઈ રહી હતી.આ કળશ યાત્રા પંચાલ ફળિયા વિશ્વકર્મા મંદિર થી સુખસર ગામમાં યાત્રા રૂપે ફરી પરત વિશ્વકર્મા મંદિર સુખસર ખાતે આવી આરતી બાદ પુર્ણાહુતિ કરવામાં આવી હતી.

Share This Article