
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા કોર્ટમાં રજીસ્ટાર તરીકેની ફરજ બજાવતા રજીસ્ટ્રાર શ્રી દિલીપ ભાઈ સોલંકી નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો હતો
ફતેપુરા કોર્ટમાં સભાખંડમાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો
ફતેપુરા તા.01
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં આવેલ પ્રિન્સિપાલ કોર્ટમાં રજીસ્ટાર તરીકેની ફરજ બજાવતા રજિસ્ટર શ્રી દિલીપ ભાઈ સોલંકી નો વય નિવૃત્તિ વિદાય સંભારમ ફતેપુરા કોર્ટના સભાખંડમાં યોજવામાં આવેલ હતો જેમાં ફતેપુરા કોર્ટના પ્રિન્સિપાલ જજ શ્રી એ એ દવે સાહેબ સરકારી વકીલ શ્રી ગામીત સાહેબ શ્રી પરમાર સાહેબ તેમજ ફતેપુરા કોર્ટ નો કર્મચારીગણ ફતેપુરા બાર મંડળના પ્રમુખશ્રી શરદભાઈ ઉપાધ્યાય વકીલ પ્યારેલાલ કલાલ પંકજભાઈ શાહ ચંદ્રસિંહ પારગી એ.ડી. રાઠોડ શબ્બીર ભાઈ સુનેલ વાલા તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં વકીલ ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા નિવૃત થતા સોલંકી સાહેબ ને ફુલહાર કરી શ્રીફળ આપી તેમજ મોમેન્ટ આપી જજ શ્રી એ.એ. દવે સાહેબે સન્માન કરાયેલ હતુ તેમજ ઉપસ્થિત કર્મચારીગણ તેમજ વકીલ મિત્રોએ રજીસ્ટ્રર સોલંકી સાહેબ ના કાર્યકાળને યાદ કરી નિવૃત્તિના આવનાર દિવસો સુખમય અને નીરોગી તંદુરસ્તીમાં સમાજની સેવામાં પસાર થાય તેવા શુભ આશીર્વાદ પાઠવ્યા હતા વય નિવૃત થતા શ્રી સોલંકી નો સાલ ઓઢાડી ફુલહાર કરી શ્રીફળ આપી ઉપસ્થિત કર્મચારીગણ અને વકીલ મિત્રોએ સન્માન કરાયેલું સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરમાર સાહેબ કરેલ હતું