
બાબુ સોલંકી :- સુખસર
સુખસરમાં મૃતક પિતાને મુખાગ્નિ દીકરીએ આપી પુત્ર ધર્મ બજાવ્યો.
મૃતક દિલીપભાઈને સંતાનમાં ચાર પુત્રીઓ છે અને તમામના લગ્ન થઈ ગયેલ છે.
( પ્રતિનિધિ ) સુખસર,તા.૧૨
ફતેપુરા તાલુકાના સુખસરમાં ગતરોજ બ્રાહ્મણ પરિવારના એક સજ્જન કુદરતી રીતે મરણ જતા દીકરીએ કાંધ આપી મુખાગ્નિ આપી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર મેઇન બજાર ખાતે રહેતા સાધુ દિલીપભાઈ શાંતિલાલભાઈ નાઓ એસ.ટી ખાતામાં ખંભાત ડેપોમાં નોકરી કરતા હતા.જેઓ થોડા સમયથી બીમારીના બિછાને પડેલા હતા.જેઓને ઝાલોદ બાદ વધુ સારવાર માટે ગોધરા લઈ જતા સમયે રસ્તામાં જ તેઓનું મોત નીપજ્યું હતું. જેઓને પરત ઘરે લઈ આવવામાં આવ્યા હતા.દિલીપભાઈને સંતાનમાં ચાર પુત્રીઓ છે.અને આ તમામ પુત્રીઓનાં લગ્ન પણ થઈ ગયેલા છે. જોકે એક પુત્રી કેનેડામાં પણ રહેછે. જ્યારે અન્ય દીકરીઓ ગુજરાતમાં હોય સુખસર આવેલ હતી.ત્યારે દીકરીએ પિતાને કાંધ આપી સ્મશાને પહોંચાડ્યા હતા.અને મુખાગ્નિ પણ દીકરીએ આપી હતી.આમ દીકરાની ખોટ દીકરી એ પૂરી કરી હોવાનું જાણવા મળે છે.