રિપોર્ટર :- બાબુ સોલંકી/શબ્બીર સુનેલવાલ
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં શહીદ દિનની ઉજવણી કરવામાં આવી.
શાળાના બાળકોને ગાંધીજીના જીવન ચારિત્ર્ય,શ્રાવણની વાર્તા,હરિશ્ચંદ્ર રાજાની ટેક વિષે માહિતગાર કરી ભગતસિંહ,મહાત્મા ગાંધી,સરદાર પટેલ અને સુભાષચંદ્ર બોઝ એમ ચાર ગ્રુપો બનાવી ઉજવણી કરવામાં આવી.
સુખસર,તા.30
ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં તારીખ 30 જાન્યુઆરીના રોજ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના આચાર્ય દ્વારા ગાંધીજીના જીવન ચરિત્ર,તેમનામાં રહેલા ગુણો, તેમનામાં રહેલી રાષ્ટ્ર ભાવના જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. તેમણે બાળપણમાં શ્રવણની વાર્તા સાંભળી અને માતા પિતાને સેવા કરવા નું નક્કી કરેલું.અને હરીચંદ્ર રાજાના નાટક જોઈ હંમેશા સાચું બોલવાનું અને સત્યના માર્ગે ચાલવાનું નક્કી કરેલું. જેવી બાબતોની જાણકારી પણ બાળકોને આપવામાં આવી હતી. જેનાથી બાળકો નાનપણથી જ સાચું બોલતા થાય,ચોરીથી દૂર રહે,વડીલોનું આદર સન્માન કરતા થાય,માતા-પિતા ની સેવા કરતા થાય,તેમનામાં દેશભક્તિ જાગે અને રાષ્ટ્રભક્તિ વિકસે તે હેતુથી શહીદ દિનની ઉજવણી કરવા માં આવી હતી.સાથે-સાથે શહીદ દિન કેમ ઉજવવામાં આવે છે?અને ભારત દેશમાં કેટલા શહિદ દિવસ ઉજવવાના નક્કી કરેલ છે?જેની માહિતી બાળકોને આપવામાં આવી હતી.ત્યારબાદ બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે,તેને લાંબો સમય સુધી યાદ રહે તે માટે ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.સૌપ્રથમ બાળકોને સો જેટલા પ્રશ્નો ની ચર્ચા કરવામાં આવી ત્યારબાદ ધોરણ 3 થી 7 અને 8 એમ ભગતસિંહ ગ્રુપ,મહાત્મા ગાંધી ગ્રુપ, સરદાર પટેલ ગ્રુપ અને સુભાષચંદ્ર બોઝ એમ ચાર ગ્રુપોમાં વિભાજન કરવામાં આવ્યા હતા.ત્યારબાદ પ્રશ્નોત્તરી કરતા બાળકોને ખૂબ આનંદ થયો અને ઉત્સાહથી ક્વિઝમાં ભાગ લઈ ઉજવણી કરતા બાળકો સહિત શિક્ષકો જ્ઞાન સાથે ગમ્મત મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.