દેવગઢ બારીયા વનવિભાગ દ્વારા જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓ માટે હવાડાઓમાં પાણી ભરાયું..
હવાડા ઉપર પાણી પીવા આવેલા જુદા જુદા પ્રાણીઓ વન વિભાગના કેમેરામાં કેદ થયા..
દાહોદ તા.26
દેવગઢ બારીયા વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓને પીવાનું પાણી મળી રહે તે માટે દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં 125 થી વધુ હવાડાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ હવાડાઓમાં વન વિભાગ દ્વારા ટેન્કર મારફતે પાણી ભરવામાં આવતા જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓ હવાડા માંથી પાણી પીને પોતાની તરસ છીપાવી રહ્યા છે.
દાહોદ જીલ્લો જંગલોથી ઘેરાયેલો જીલ્લો છે,ખાસ કરીને દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાનો મોટાભાગના વિસ્તારમા ગાઢ જંગલ આવેલુ છે, ત્યારે ઉનાળાની શરૂઆત થતાની સાથે જંગલના કુદરતી પાણીના સ્રોત સુકાઈ જતા હોય છે, જેથી જંગલ વિસ્તારમાં વસતા વન્યપ્રાણીઓને પીવાના પાણી માટે જંગલ નજીક કોઈ નદી, કોતર કે તળાવ તેમજ પાણી માટે અન્ય કોઈ સ્ત્રોત નહીં મળતા વન્યપ્રાણીઓ માનવ વસ્તી તરફ ઘસી આવતા હોય છે અને ઘણીવાર માનવ અને વન્યજીવ ઘર્ષણ થવાના બનાવો પણ બનતા હોય છે. જેથી આવા બનાવોમાં ઘટાડો થાય તે માટે વન વિભાગ બારીયાના નાયબ વન સંરક્ષક આર.એમ પરમારના માર્ગદર્શન હેઠળ વન વિભાગ બારીયાના પરિક્ષેત્ર વનાધિકારી આર.એમ પુરોહિત અને સ્ટાફના વનકર્મીઓ દ્વારા સમગ્ર દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં વન્યપ્રાણીઓને પીવાનું પાણી મળી રહે તે માટે કૃત્રિમ પાણીના 125 જેટલા હવાડાઓ બનાવવામા આવ્યા છે,આ હવાડાઓની વન વિભાગના કર્મચારીઓ દ્વારા દર અઠવાડિયે સફાઈ કરી પાણી ભરવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે.પરમારના માર્ગદર્શન હેઠળ વન વિભાગ બારીયાના પરિક્ષેત્ર વનાધિકારી આર.એમ પુરોહિત અને સ્ટાફના વનકર્મીઓ દ્વારા સમગ્ર દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં વન્યપ્રાણીઓને પીવાનું પાણી મળી રહે તે માટે કૃત્રિમ પાણીના 125 જેટલા હવાડાઓ બનાવવામા આવ્યા છે, આ હવાડાઓની વન વિભાગના કર્મચારીઓ દ્વારા દર અઠવાડિયે સફાઈ કરી પાણી ભરવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે.
દાહોદ જીલ્લો જંગલ વિસ્તારથી આચ્છાદિત જીલ્લો છે. આ જંગલ વિસ્તાર મા કેટલીય જાતના વન્યપ્રાણી અને પક્ષીઓ વસવાટ કરતા હોય છે. ઉનાળામાં પીવાનું પાણી મળવું મુશ્કેલ હોય ત્યારે પાણી માટે વન્ય પશુપક્ષી વલખા મારતા હોય છે. વન વિભાગ દ્વારા દેવગઢ બારીયા, સાગટાળા, ધાનપુર, વાંસીયા ડુંગરી, લીમખેડા, રામપુરા વગેરે રેંજના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓને પીવાનું પાણી મળી રહે તેને માટે 125 જેટલાં હવાડા બનાવવા માં આવ્યા છે. જેમા જંગલમા વસવાટ કરતા રીંછ, દીપડા, વણીયોર, મોર, ઝરખ, હરણ, નિલગાય વગેરે પ્રાણીઓ હવાડામા પાણી પીવા માટે આવે છે. હવાડાની નજીક લગાવેલ કેમેરા એક્ટીવ થઈ જાય છે, અને વન્ય પ્રાણીઓની હાજરી ચકાસવા લગાવેલ ટ્રેપ કેમેરામા વન્યપ્રાણી પાણીના સ્રોત પર પાણી પીવા આવે ત્યારે તેના બોડી ટેમ્પરેચર પરથી ઓટોમેટિક તેનો ફોટો પડી જાય છે.દાહોદ વન વિભાગ દ્વારા ઉનાળા દરમિયાન દાહોદ જીલ્લાના જંગલ વિસ્તારમાં પાણીના કૃત્રિમ સ્ત્રોતો પાણીથી ભરેલા રહે તે માટે દરેક રેન્જના આરએફઓને સુનિશ્ચિત જવાબદારી સોંપવામાં આવેલ હોવાનું વન વિભાગ બારીયાના નાયબ વન સંરક્ષક આર એમ પરમારે જણાવ્યું હતું. સાથે રાત્રી દરમ્યાન કેપ્ચર થયેલા ફોટાઓનો અભ્યાસ કરી જરૂર જણાય તો વધુ હવાડા બનાવવા માટે સૂચના આપવામા આવી છે.