સૌરભ ગેલોત :- લીમડી
લીમખેડા તેમજ સીંગવડ તાલુકાના જુદા જુદા ગામોમાં એમજીવીસીએલ તેમજ ગુજરાત ઊર્જા નિગમ બરોડાની 17 વિજિલન્સની ટીમોના ધામા: નવ લાખ જેટલી વીજચોરી ઝડપાઇ
ગુજરાતની ટીમ દ્વારા 282 જેટલા વીજ કનેક્શનની ચકાસણી દરમિયાન 93 જેટલા વીજ કનેકશનોમાં વીજચોરી ઝડપાઇ
વિજિલન્સની ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાતા વીજ ચોરોમાં ફફડાટ
લીમખેડા તા.19
દાહોદ જિલ્લાના લીમખેડા એમજીવીસીએલના નાયબ ઈજનેર શ્રી. શ્રી જી એમ ભુરીયા. એમજીવીસીએલ. લીમખેડા પેટા વિભાગીય કચેરી તેમજ ગુજરાત ઊર્જા નિગમ બરોડા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકીંગનો કાર્યક્રમ સવારના 6 વાગ્યાના સુમારેથી કરવામાં આવેલ હતો. જેમાં લીમખેડા તાલુકાના તેમજ સિંગવડ તાલુકાના જુદા જુદા કુલ 40 ગામોમાં 17 વિજિલન્સ ટીમો દ્વારા સરપ્રાઈઝ વીજ ચેકિંગ પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવેલ હતું, જેમાં કનેકશનની ચકાસણી દરમિયાન 282 જેટલાં વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા.જેમાંથી 93 વીજ ચોરીના કેસો ઝડપી પાડવામાં આવી હતી.જેમાં 93 જેટલાં વીજ કનેકશનોમાંં ગેરરિતી એટલે વીજચોરી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જે બાદ ઉપરોક્તત ટીમો દ્વારા વીજચોરોને અંદાજિત રૂપિયા 8.96 લાખ જેટલું વીજ ચોરીનું પુરવણી બિલ ફટકારવામાં આવેલ છે.