સૌરભ ગેલોત :- લીમડી / દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ નગરમાં જી.ઇ.બી ઓફીસ નજીક બોલેરો ગાડીની અડફેટે મોટરસાયકલ બાઈક સવાર મોતને ભેટ્યો:બાઈકનું કચ્ચરઘાણ વળ્યું
પૂરઝડપે આવતી બોલેરો ગાડીના હેડિંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો ગાડી પલટી ખાઈ
લીમડી/ઝાલોદ તા.20
ઝાલોદ નગર ના મુવાડા ખાતે જીઈબી ઓફિસની નજીક બોલેરોની અડફેટે મોટરસાઈકલ સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે મોત કી હોવાની પ્રાથમિક જાણકારીઓ પ્રાપ્ત થઇ રહી છે.
વધુ મળતી માહિતી પ્રમાણે આજરોજ વહેલી સવારે ઝાલોદ નગરના મુવાડા જીઈબી ઓફિસની નજીક એક મોટરસાઇકલ સવાર યુવક પસાર થઈ રહ્યો હતો. તે સમયે પૂરઝડપે આવતી બોલેરો ગાડીના ચાલકે બાઈક સવાર યુવકને અડફેટે લેતા બાઈક સાથે રોડની સાઈડમાં આવેલી ઝાડીઓમાં ફાગોલાયેલા યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું.જયારે બોલેરો ગાડી પલ્ટી મારી ગઈ હતી.જોકે આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઉપરોકત બનાવ સંદર્ભે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે