સૌરભ ગેલોત :- લીમડી
લીમડી ગામમાં ભગવાન જગન્નાથની જળયાત્રાનું આયોજન મંદિરમાં કરવામાં આવ્યું હતું
લીમડી તા.25
જેઠ મહિનાની પૂનમના દિવસે દર વર્ષે લીમડી નગરમાં મંદિરમાં જ જગન્નાથજીની જળયાત્રા નીકળે છે. જે આજે પરંપરાગત રીતે નીકળી હતી. ત્યાર બાદ ભગવાનનું અભિષેક કરાવવામાં આવ્યું હતું
મર્યાદિત સંખ્યામાં લોકોને સાથે રાખી જળયાત્રાનું આયોજન મંદિરનીઅંદર કરવામાં આવ્યું મંદિરમાં ભગવાન જગન્નાથનો જળાભિષેક કર્યો હતો.
ભગવાનનો પવિત્ર જળાભિષેક કરાયો છે. તમામ ધાર્મિક વિધિ પૂર્ણ કરવામાં આવી
#paid pramotion
Contact us :- sunrise public school
જેઠ મહિનાની પૂનમના દિવસે આજે રણછોડરાયજી મંદિર ખાતે ભગવાન જગન્નાથ જીનું અભિષેક કરવી પૂજા આરતી કરવામાં આવી હતી.
રથયાત્રા અગાઉ થતી તમામ વિધી અત્યારે થઈ રહી છે. કોરોનાને કારણે તમામ વિધિ સાદગીથી કરવામાં આવી રહી છે જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની આરતી ઉતારવામાં આવી હતી અને તે બાદ સાબુ દાણાની ખીચડીનું પ્રસાદ રાખવામાં આવ્યું હતું. રથયાત્રા સેવા સમિતિ લીમડી દ્વારા જેઠ મહિનાની પૂનમના દિવસે આજે રણછોડરાયજી મંદિર ખાતે ભગવાન જગન્નાથ જીનું અભિષેક કરવી પૂજા આરતી કરવામાં આવી હતી. તથા શ્રી જગન્નાથજીની રથયાત્રા લીમડી નગરમાં નીકળે તેમજ સૌ નગરજનો સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.