
વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા
ફતેપુરાના કાળીયા વલુન્ડા સ્કૂલના મેદાનમાં ટીટોડી પક્ષીએ ત્રણ ઈંડા મુક્યા
ટીટોડી પક્ષી ના ઈંડા પરથી વરસાદની આગાહી કરવામાં આવે છે
ફતેપુરા તા.25
#Paid pramotion
Contact us sunrise public school
ફતેપુરા તાલુકામાં હાલ વરસાદ હાથતાળી આપી રહ્યો છે ત્યારે વરસાદ કેવો પડશે કેટલા સમય પડશે અને કેટલો પડશે તેની આગાહીઓ વર્ષોથી કરવામાં આવતી હોય છે.પવનની દિશાથી હોળીના દાંડાથી તેમજ હોળી ના લાડવા દ્વારા તેમજ કુંભાર ના ગાગર દ્વારા આગાહી થતી હોય છે.ત્યારે કોઈક ની આગાહી સાચી પડતી હોય છે તો ક્યારેક કોઈક ની આગાહી ઠગારી નીવડી હોય છે ત્યારે આજરોજ ફતેપુરા ના કાળિયા વલુન્ડા એક પ્રાઇવેટ સ્કૂલના મેદાનમાં ટીટોડીએ ત્રણ ઈંડા મુક્યા હતા ટીટોડીના આ ત્રણ ઈંડા જોઈ કુતૂહલ સર્જાયું હતું એવું કહેવામાં આવે છે કે ટીટોડી નામના પક્ષી ના ઈંડા ક્યાં મુક્યા છે અને કેટલા મૂક્યા છે.તે પરથી ચોમાસુ કેવું રહે છે તેની આગાહી કરવામાં આવે છે ત્યારે આજરોજ ટીટોડીના 3 ઈંડા જોવા મળતા આ વર્ષે ત્રણ માસ સુધી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે જોકે જમીનથી નીચાણવાળા ભાગને છોડી ઊંચાઈવાળા ભાગ ઉપર ઈંડા મુકતા મુશળધાર વરસાદ પડવાની આગાહી જોવા મળી છે તેઓ જાણવા મળ્યું હતું