સુમિત વણઝારા
ઝાલોદ તાલુકાના પાવડી ગામે જમીન સંબંધી મામલે થયેલ ઝઘડામાં ત્રણ ઈસમોએ બે વ્યક્તિઓને બકા પથ્થરો વડે માર માર્યો..
દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પાવડી ગામે જમીન સંબંધી મામલે થયેલ ઝઘડામાં ત્રણ જેટલા ઈસમોએ બે જણાને છુટ્ટા પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૧૬મી જુલાઈના રોજ ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે આશ્રમ પાસે રહેતાં રાજેશભાઈ ગજસીંગભાઈ ડામોર પોતાના ગામમાં રહેતાં ગોવિંદભાઈ દીતાભાઈ મહીડાને ખેડવા માટે ટ્રેક્ટર લઈ બોલાવ્યાં હતાં અને ગોવિંદભાઈ તથા તેમના પરિવારજનો જમીનમાં ટ્રેક્ટરથી પાવડી ગામે ખેતરમાં ખેડતાં હતાં તે સમયે ત્યાં પાવડી ગામે મુવાળી ફળિયામાં રહેતાં મુકેશભાઈ માનસીંગભાઈ ભાભોર, મેહુલભાઈ મુકેશભાઈ ભાભોર અને અંકુરભાઈ સુરેશભાઈ ભાભોરનાઓ ત્યાં આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી ગોવિંદભાઈને કહેવા લાગેલ કે, આ જમીનમાં તું કેમ ટ્રેક્ટર લઈ આવેલ છે અને ખેડે છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને છુટ્ટા પથ્થરો મારી ગોવિંદભાઈને નાકના ભાગે મારતાં તે સમયે વચ્ચે છોડવવા પડેલ રાહુલભાઈ હરસીંગભાઈ નીસરતાને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત ગોવિંદભાઈ દીતાભાઈ મહીડાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.