ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર તાલુકાની સરસવા પ્રાથમિક શાળાના બાળકો અભ્યાસ માટે છેલ્લા ૧૮ વર્ષથી પાકા મકાન જ નથી..!!
સંતરામપુર તાલુકાની સરસવા પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસ માટે 18 વર્ષથી પાકું મકાન જ નથી સરકારના સૂત્ર સૌ ભણે સૌ આગળ વધે પરંતુ આ બધી બાબતો માત્ર કાગળ ઉપર જ છે સંતરામપુર તાલુકાની સરસવા ગામે ધાવડા તલાવડી વર્ગ પ્રાથમિક શાળામાં 50 બાળકો ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરી છે આદિવાસી વિસ્તારમાં ગરીબ બાળકોને અભ્યાસ કરવા માટે અને શાળામાં બેસવા માટે પાકું મકાનના બદલે છેલ્લા 18 વર્ષથી sintex નું પ્લાસ્ટિકનો બનાવેલો છે જ્યાં જર્જરી અને તગલાદી હાલતમાં જોવાઈ રહ્યું છે 2003માં આ પ્લાસ્ટિકની શાળા ની બાંધકામ કરવામાં આવેલું હતું. અત્યાર સુધી તેને નવું બાંધકામ હજુ સુધી કરવામાં આવેલો નથી પ્રાથમિક શાળાના આચાર્ય શાળાની મંજૂરી માટે બાંધકામની વારંવાર લેખિતમાં અને એસએમસીના સભ્યોને પણ ઠરાવ કરેલો છે પરંતુ હજુ સુધી કામગીરી હાથ ધરવામાં આવેલી જ નથી ઉનાળા દરમિયાનમાં આવા પ્લાસ્ટિકના બનાવવામાં આવેલી પ્રાથમિક શાળામાં વધારે બેસી રહેવાથી ગરમી પણ થતી હોય છે અને આરોગ્ય માટે જોખમી કારક છે ચારે બાજુથી પ્લાસ્ટિકની સુવાસ આવતા અને વધારે તેનો ઉપયોગ કરવાથી ગંભીર બીમારી પણ થઈ શકે છે સરકાર પ્લાસ્ટિકની વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકે છે જ્યારે આવી પ્લાસ્ટિકની ઉભી કરેલી પ્રાથમિક શાળા બાળકો માટે હાનિકારક થઈ રહ્યું છે આ પ્રાથમિક શાળામાં પ્લાસ્ટિકના દરવાજા દર 15 દિવસે તૂટી જતા હોય છે ને સૌથી મોટો પ્રશ્ન એ છે કે પ્રાથમિક શાળાનો રેકોર્ડ સુરક્ષિત રહી શકતો નથી તેના માટે અને તેને સાચવવા આચાર્ય પોતાની રીતે તેની પાસે રાખીને સાચવી રાખે છે આવી પ્લાસ્ટિકની શાળામાં અને જર્જરી હાલતમાં થવાથી ઘણા બધા પ્રશ્નો ઊભા થયેલા છે વિસ્તારમાં શિક્ષણની સુવિધામાં હજુ પણ પ્રાથમિક શાળાઓમાં પાકા મકાનના નથી