Thursday, 18/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના ડબલારા ગામે પૂર ઝડપે આવતો મોટરસાયકલ ચાલક ટ્રેકટરની ટ્રોલી સાથે અથડાતા એકનું મોત, એક ઈજાગ્રસ્ત

October 19, 2021
        682
ફતેપુરા તાલુકાના ડબલારા ગામે પૂર ઝડપે આવતો મોટરસાયકલ ચાલક ટ્રેકટરની ટ્રોલી સાથે અથડાતા એકનું મોત, એક ઈજાગ્રસ્ત

જીગ્નેશ બારીયા રાજેશ વસાવે :- દાહોદ 

ફતેપુરા તાલુકાના ડબલારા ગામે પૂર ઝડપે આવતો મોટરસાયકલ ચાલક ટ્રેકટરની ટ્રોલી સાથે અથડાતા એકનું મોત, એક ઈજાગ્રસ્ત

દાહોદ તા.૧૯

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડબલારા ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી એક ટ્રેક્ટરની ટ્રોલીના પાછળના ભાગે ધડાકાભેર અથડાતા મોટરસાઈકલની પાછળ બેઠેલ એક વ્યક્તિને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.૧૭મી ઓક્ટોમ્બરના રોજ ફતેપુરા તાલુકાના મોટીઢઢેલી ગામે રહેતાં ચેતનભાઈ વાલસીંગભાઈ પારગી તથા તેમની સાથે અલ્પેશભાઈ માલજીભાઈ પારગી એમ બંન્ને જણા પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ડબલારા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન ચેતનભાઈએ પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યાં હતાં. રસ્તાની આગળ ઉભેલ એક ટ્રેક્ટરની ટ્રોલી સાથે પાછળના ભાગે ધડાકાભેર ચેતનભાઈએ પોતાના કબજાની મોટરસાઈકલ અથડાવતાં પાછળ બેઠેલ અલ્પેશભાઈ માલજીભાઈ પારગીને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે ફતેપુરા તાલુકાના મોટીઢઢેલી ગામે સુકીદેવી ફળિયામાં રહેતાં મિનેષભાઈ નવલાભાઈ પારગીએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!