Monday, 30/06/2025
Dark Mode

સુખસરમાં આર્ટસ કોલેજનું ગુજરાત સરકારના દંડકના હસ્તે લોકાર્પણ:200 વિધાર્થીઓને પ્રવેશ મળ્યો…

October 18, 2021
        917
સુખસરમાં આર્ટસ કોલેજનું ગુજરાત સરકારના દંડકના હસ્તે લોકાર્પણ:200 વિધાર્થીઓને પ્રવેશ મળ્યો…

બાબુ સોલંકી :- સુખસર/શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

સુખસરમાં આર્ટસ કોલેજનું ગુજરાત સરકારના દંડકના હસ્તે લોકાર્પણ કરાયું,200 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો.

( પ્રતિનિધિ ) સુખસર.તા.18

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં ધો.12 પછી કોલેજ માં પ્રવેશ માટે ગરીબ વિદ્યાર્થીઓને ફાફા મારવા પડતા હતા. જેથી ગુજરાત સરકારના દંડક રમેશભાઈ કટારા દ્વારા નવીન કોલેજ મંજુર કરાવાઈ હતી.અને સોમવારના રોજ તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 200 જેટલાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ફતેપુરા તાલુકાના સુખસર પંથક માં 45 જેટલાં ગામડાઓ આવેલા છે. જેમાં ગરીબ વિધાર્થીઓ માટે ધો 12 પછી કોલેજમાં પ્રવેશ માટે દુર સુઘી તેમજ તાલુકા અને જિલ્લા બહાર જવું પડતું હતું.જેથી ફતેપુરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના દંડક રમેશભાઈ કટારા દ્વારા નવીન કોલેજ માટે માંગણી કરવામાં આવી હતી. અને મંજુરી મળી ગઈ હતી.અને સોમવારના રોજ જે. આર. કટારા આર્ટસ કોલેજનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્ય સરકારના દંડક રમેશભાઈ કટારા ના હસ્તે શ્રીફળ વધેરીને રીબીન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં જય સીતારામ કેળવણી મંડળના મંત્રી ગાયત્રીબેન કટારા,પુર્વ તાલુકા સભ્ય રમેશભાઇ કટારા, બી. એડ કોલેજના આચાર્ય, કોલેજના સ્ટાફ તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!