
જીગ્નેશ બારીયા રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ તાલુકાના ખાખરીયા ગામે પોલીસની નાકાબંધી જોઈ બુટલેગર દારૂ ભરેલી ગાડી મુકીને પલાયન,પોલીસે 2.32 લાખના વિદેશી દારૂનો જથ્થો તેમજ ફોરવીલ ગાડી મળી 4.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
દાહોદ તા.૧૯
દાહોદ તાલુકાના ખાપરીયા ગામે પોલીસની નાકાબંધી દરમ્યાન એક ફોર વ્હીલર ગાડીનો ચાલક પોલીસને જાેઈ પોતાના કબજાની ગાડી સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા. ૨,૩૨,૩૮૦ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા. ૪,૩૨,૩૮૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાંનું જાણવા મળે છે.
ગત તા.૧૮મી ઓક્ટોમ્બરના રોજ કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે ખાપરીયા ગામે કોટવાલ ફળિયાના રોડ તરફ આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં. આ દરમ્યાન ત્યાંથી એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસને જાેઈ ફોર વ્હીલર ગાડીનો ચાલક થોડે દુર પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી મુકી નાસી ગયો હતો. પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની નાની મોટી બોટલો નંગ. ૧૮૧૨ કિંમત રૂા.૨,૩૨,૩૮૦ ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા. ૪,૩૨,૩૮૦ના મુદ્દામાલ સાથે ફરાર ફોર વ્હીલર ગાડીના ચાલક વિરૂધ્ધ કતવારા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————