શબ્બીર સુનેલવાલ/વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા
-
ફતેપુરા નગર સ્વેચ્છિક જડબેસલાક બંધ રાખવામાં આવ્યું
-
ત્રણ દીવસ બંધના આપેલા એલાનના પ્રથમ દિવસે ફતેપુરા કરોળિયા પૂર્વ અને કાલીયા વલુંડા બંધ રાખવામાં આવ્યો
-
પોલીસ દ્વારા નગરના પ્રવેશ માર્ગો પર બેરીકેટ મૂકી બિનજરૂરી વાહન અને પ્રજાને અવરજવર બંધ કરવામાં આવ્યો
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તેમજ તાલુકામાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણ કેસોમાં ઉત્તરોતરતો વધારો થતાં વહીવટી તંત્ર પોલીસ તંત્ર અને વેપારીઓએ સર્વ સંમતિ સાધી સ્વેચ્છિક ફતેપુરા નગરમાં શનિ-રવિ અને સોમવાર 3 દિવસનું બંધનું એલાન આપતા બંદના એલાનના આજે પ્રથમ દિવસ શનિવારના રોજ ફતેપુરા નગરના તમામ બજારો જડબેસલાક બંધ રહ્યા હતા.તમામ વેપારીઓ પોતાના કામધંધા તેમજ માર્કેટિંગ યાર્ડ પણ બંધ રાખવામાં આવેલ હતો ફતેપુરા નગરમાં પ્રવેશ દરેક માર્ગો ફતેપુરા પી.એસ.આઇ. રાઠવા પોલીસ બંદોબસ્ત તેમજ બ્રેકેટ મૂકી દેતા નગરમાં બિનજરૂરી કરતા અવર જવર કરતા વાહનો તેમજ પ્રજાને પ્રવેશ આપવા દેવામાં આવતો ન હતો