Friday, 25/04/2025
Dark Mode

ફતેપુરા તાલુકામાં કોરોના સંક્રમણને અંકુશમાં લેવા માટે આગામી ત્રણ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો..

ફતેપુરા તાલુકામાં કોરોના સંક્રમણને અંકુશમાં લેવા માટે આગામી ત્રણ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો..

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

  • ફતેપુરા નગરમાં તારીખ 24 25 26 શનિ રવિ અને સોમવાર સંપૂર્ણ સ્વેચ્છિક લોકડાઉન
  • ફતેપુરા મામલતદાર કચેરીમાં પ્રાંત ઝાલોદ ની અધ્યક્ષપણા હેઠળ મળેલ વેપારી મિટિંગમાં લેવા એ નિર્ણય
  • દવાખાના મેડિકલ સ્ટોર ખુલ્લા રહી શકશે તેમજ દૂધ વિતરણ સવાર-સાંજ બે સમય થઈ શકશે

ફતેપુરા :- 23

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં પ્રાંત ઝાલોદ એસ.ડી ચૌધરીની અધ્યક્ષતામાં ફતેપુરા ફતેપુરા નગરના વેપારીઓની મીટીંગ મળેલ હતી જેમાં મામલતદાર પી એન પરમાર ફતેપુરા પી.એસ.આઇ રાઠવા ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ કચરુ ભાઇ પ્રજાપતિ કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ હિતેશભાઈ કલાલ ગ્રામ પંચાયતના સભ્ય શ્રીઓ તેમજ નગરના વેપારીઓ હાજર રહ્યા હતા હાલમાં દાહોદ જિલ્લા સહિત ફતેપુરા તાલુકા સહિત નગરમાં કોરોના સંક્રમણના ના કેસો માં ઉત્તરોત્તર વધારે વધારો થતો જોવા મળતા કોરોના સંક્રમણ ની ચેન ને તોડવા માટે અને કોરોના સંક્રમણ ના કેસોમાં ઘટાડો થાય તે માટે ઝાલોદ પ્રાંત ચૌધરી સાહેબ ને અધ્યક્ષતામાં વેપારીઓની મળેલ મિટિંગમાં સ્વેચ્છિક પોતાના કામધંધા તારીખ ૨૪ ૨૫ ૨૬ શનિ રવિ અને સોમવાર ના રોજ તેમજ આવતા અઠવાડિયામાં શુક્ર શનિ અને રવિ વાર ધંધા રોજગાર બંધ રાખવામાં આવશે ફક્ત દવાખાના મેડિકલ સ્ટોર ચાલુ રહેશે તે સિવાયના તમામ ધંધા-રોજગાર સ્વેચ્છિક બંધ રાખવામાં આવશે જ્યારે દૂધ વેચાણ સવાર-સાંજ બે સમય કરી શકશે

error: Content is protected !!