
વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા
ફતેપુરા નગરમાં કોરોના સંક્રમણને નાથવા ગ્રામ પંચાયત દ્વારા વિવિધ વિસ્તારોમાં સેનેટાઈઝ કરાયું
ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા સંતરામપુર નગરમાંથી ગાડી બોલાવી સેનેટાઈઝર કરાયું.
ફતેપુરા તા.12
ફતેપુરા નગરમાં હાલ કોરોના મહામારી ના બીજા રાઉન્ડમાં વધતા જતા કેસને લઈને ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ કચરૂભાઈ પ્રજાપતિ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે સેનેટાઈઝર કરાયું હતું.ફતેપુરા નગરમાં નવ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન દરમિયાન સેનેટાઈઝર કરાયું હતું ત્યારબાદ લોકડાઉન પૂર્ણ થતા બજારો રાબેતા મુજબ ચાલુ થતા કોરોના નું સંક્રમણ ન થાય તે માટે આજરોજ ફરી ફતેપુરા ગ્રામ પંચાયત ના સરપંચ કચરૂભાઈ પ્રજાપતિ એ સંતરામપુર થી સેનેટાઈઝર ની ગાડી બોલાવીને નગરના વિવિધ વિસ્તારોમાં સેનેટાઈઝર કર્યું હતુ
કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ફતેપુરા નગરના તમામ વ્યક્તિ વેક્સિનેસન કરાવે અને સરકારી ગાઇડ લાઇનનું પાલન કરે જરૂર જણાય તો જ ઘરની બહાર નીકળે માસ્ક અને સેનેટાઈઝર નો ઉપયોગ કરે તથા સોસ્યલ ડિસ્ટન્સનુ પાલન કરે તેવી અપીલ કરી હતી અને જરૂર જણાય તો ફરી સેનેટાઈઝર કરવા આવસે તેની ખાતરી આપી હતી.