Friday, 29/03/2024
Dark Mode

ધાનપુર તાલુકાના મોટી મલુ ગામે ચોરીના ઇરાદે ત્રાટકેલા 3 તસ્કરોએ પરિવારને બાનમાં લઇ મૂંગા પશુઓની લૂંટ ચલાવી ફરાર થયા…

March 5, 2022
        285
ધાનપુર તાલુકાના મોટી મલુ ગામે ચોરીના ઇરાદે ત્રાટકેલા 3 તસ્કરોએ પરિવારને બાનમાં લઇ મૂંગા પશુઓની લૂંટ ચલાવી ફરાર થયા…

ધાનપુર તાલુકાના મોટીમલુ ગામે ચોરીના ઇરાદે  ત્રાટકેલા 3 તસ્કરો પરિવારને બાનમાં લઇ મૂંગા પશુઓની લૂંટ ચલાવી ફરાર થયા…

ધાનપુર તા.05

ધાનપુર તાલુકાના મોટી મલુ ગામે ચોરીના અજાણ્યા લૂંટારૂઓએ પરિવારને બાનમાં લઇ મુંગા પશુઓને લૂંટ ચલાવી નાસી છૂટ્યા નું જાણવા મળે છે.

આતો માહિતી અનુસાર ધાનપુર તાલુકાના મોટા મલાવ તળાવ ફળિયા ના રહેવાસી ગુમાભાઈ બદીયાભાઈ મેડા ગતરોજ રાત્રે પોતાના ઘરે મીઠી નિંદર માણી રહ્યા હતા તે સમયે ચોરીના ઈરાદે આવેલા તેમના જ ગામના દિનાભાઈ માનસિંગભાઈ મેડા, નિલેશભાઈ પાંગળા ભાઈ મેડા તેમજ અન્ય એક ઈસમ મળી ત્રણ જેટલાં ધાડપાડુઓએ લાકડીઓ લઇ ગુમાભાઈ મેડાની ઘરની પાછળના ભાગે દીવાલમાં બકોરું પાડી મકાનમાં પ્રવેશતા ગુમાભાઈ સહિતના જાગી જતા ગુમાભાઈના પરિવાર જાનથી મારી નાખવાની ધમકી આપી તેઓ અને બાનમાં લઇ 6,000 ના કિંમતના બકરાઓની લૂંટ ચલાવી ભાગી ગયા હતા.

ઉપરોકત બનાવ સંદર્ભે ધાનપુર તાલુકાના મોટી મલુ ગામના ખુમાભાઇ બધા ભાઈ મેડાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગાંધી પોલીસે ઉપરોકત ત્રણેય લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!