
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં બાઈક રસ્તામાંથી હટાવવાના મુદ્દે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માં કામ કરતા ટ્રેક્ટર ચાલક પર છરી વડે હુમલો: છ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો
દાહોદ તા.05
દાહોદ શહેરના કસ્બા મટન માર્કેટ પાસે બાઈક હટાવવા બાબતે થયેલ બોલાચાલીમાં એક ઈસમે ટ્રેક્ટર ચાલક ને છરી વડે હુમલો કરી તેમજ તેના અન્ય 5 જેટલાં ઈસમોએ ટ્રેકટર ચાલક ને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના પુંસરી ગામના રહેવાસી અને હાલ દાહોદ શહેરમાં ચાલી રહેલ કામોમાં બ્રેકર પર કામ કરતા કમલેશભાઈ વાળાભાઈ ભાભોર પોતાના કબ્જાનું ટ્રેક્ટર લઇ દાહોદ શહેરના કસ્બા પટની ચોક મટન માર્કેટ ખાતેથી પસાર થઇ રહ્યા હતા. તેં સમયે કસ્બાનો રહેવાસી ફેઝાન જાડિયા મોલવી પોતાની બાઈક આગળ લઇ આવતા કમલેશભાઈ તેમજ ફેઝાન વચ્ચે બાઈક હટાવવા બાબતે બોલાચાલી ચાલી રહી તેં દરમિયાન કસ્બા વિસ્તારના ફેઝાનના મિત્ર ગોલુ બેકરીવાળો, રૂશાન મોલવી, આફતાબ સિંકદર તેમજ અન્ય બે ઈસમો આવી જતા અચાનક ઉશ્કેરાયેલા ફેઝાને છરી વડે હુમલો કરતા કમલેશભાઈના હાથના ભાગે ઇજાઓ પહોંચતા તેઓને તાબડતોબ સારવારઅર્થે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
ઉપરોક્ત વિષયના અનુંસંધાનમાં દાહોદ તાલુકાના પુસરી ગામના કમલેશભાઈ વાલાભાઇ ભાભોરે દાહોદ ટાઉન પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા ટાઉન પોલીસે કુલ 6 ઈસમો વિરુદ્ધ ગુનો આગળની તપાસ હાથ ધરી છે