Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ તાલુકાના લીમડાબરામાં દહેજના ભૂખ્યા સાસરીયાઓએ પરિણીતા પર ખોટા આક્ષેપો મૂકી ઘરમાંથી કાઢી મૂકી: પરણિતાની પોલીસમાં રાવ 

March 5, 2022
        1193
દાહોદ તાલુકાના લીમડાબરામાં દહેજના ભૂખ્યા સાસરીયાઓએ પરિણીતા પર ખોટા આક્ષેપો મૂકી ઘરમાંથી કાઢી મૂકી: પરણિતાની પોલીસમાં રાવ 

દાહોદ તાલુકાના લીમડાબરામાં દહેજના ભૂખ્યા સાસરીયાઓએ પરિણીતા પર ખોટા આક્ષેપો મૂકી ઘરમાંથી કાઢી મૂકી: પરણિતાની પોલીસમાં રાવ 

દાહોદ તા 05

દાહોદ તાલુકાની લીમડાબરા ગામની પરણિતાએ પતિ તેમજ સાસરી પક્ષ દ્વારા દહેજ અંગેની માંગણી કરી પર પુરુષો સાથે સંબંધ હોવાના આક્ષેપો કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતા સાસરિયાઓના અમાનુસી ત્રાસથી વાજ આવેલી પરણીતાએ દાહોદ પોલીસ મથકે રાવ કરી હોવાનું જાણવા મળેલ છે.

વધુ મળતી માહિતી અનુસાર દાહોદ તાલુકાના હિમાળા રાછરડા ફળિયાના રહેવાસી કામિનીબેન દિનેશભાઇ સરતાના લગ્ન તારીખ 09/12/2020 ના રોજ લીમડાબરા ગામના વિશાલ જગતસિંગ લબાના જોડે સમાજના રીતિ રિવાજ મુજબ થયાં હતા લગ્ન ના ત્રણેક માસ સારૂ રાખ્યા બાદ પતી તેમજ સાસરિયા પક્ષ દ્રારા પોતાનું પ્રોશ પ્રકાશયું હતું પરણિતના પતી વિશાલ લબાના દ્રારા તું પર પુરુષો સાથે સંબંધ રાખે છે તેવો વહેમ રાખી અવાર નવાર ત્રાસ ગુજારતા તેમજ મારે દવાખાનું ખોલવા માટે પાંચ લાખ રૂપિયા ના દહેજની માંગણી કરી અવાર નવાર મારઝૂડ કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતા હતા પરણિતાના સસરા જગતસિંગ નવલસીંગ લબાના સાસુ સંગીતાબેન લબાના નણંદ હેમાક્ષી બેન લબાના દ્રારા પણ પરણીતાને અવાર નવાર મહેના ટોણા મારી તું અમારા ઘરમાંથી નીકળી જા તેમ કહી શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુકતા આખરે સાસરિયાઓના અમાનુસી ત્રાસ થી વાજ આવેલી પરણીતા એ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે સાસરીયાઓ વિરુદ્દ દહેજની માંગણી અંગેનો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!