Monday, 30/06/2025
Dark Mode

ધાનપુર તાલુકાના કાકડખીલા ગામેથી પોલીસે એક વ્યક્તિને હાથ બનાવટના દેશી તમંચા સાથે ઝડપી જેલ ભેગો કર્યો

February 16, 2022
        618
ધાનપુર તાલુકાના કાકડખીલા ગામેથી પોલીસે એક વ્યક્તિને હાથ બનાવટના દેશી તમંચા સાથે ઝડપી જેલ ભેગો કર્યો

ધાનપુર તાલુકાના કાકડખીલા ગામેથી પોલીસે એક વ્યક્તિને હાથ બનાવટના દેશી તમંચા સાથે ઝડપી જેલ ભેગો કર્યો

દાહોદ તા.૧૬

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાંકડખીલા ગામેથી એક ઈસમને ઘરેથી પોલીસે ગેરકાયદે દેશી હાથ બનાવટનો તંમચો કિંમત રૂા. ૫,૦૦૦ની સાથે ઈસમની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

ગત તા. ૧૪મી ફેબ્રુઆરીના રોજ ધાનપુર પોલસને મળેલ બાતમીના આધારે કાંકડખીલા ગામે મંદિર ફળિયામાં રહેતો રાજુભાઈ કાળુભાઈ ભુરીયાના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારી મકાનની તલાસી હાથ ધરતાં મકાનને અડીને આવેલ ઢાળીયા (છાપરા)માં છતના ભાગે આવેલ લાકડાના વળામાં સંતાડીને રાખેલ ગેરકાયદેસર એક દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂા.૫,૦૦૦ની સાથે રાજુભાઈ કાળુભાઈ ભુરીયાને પોલીસે ઝડપી પાડી તેની વિરૂધ્ધ ધાનપુર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!