Friday, 19/04/2024
Dark Mode

દેવગઢ બારિયા તાલુકાના લવારિયા ગામે પૂરઝડપે આવતી પીક અપની અડફેટે એક વ્યક્તિનું મોત..

February 16, 2022
        384
દેવગઢ બારિયા તાલુકાના લવારિયા ગામે પૂરઝડપે આવતી પીક અપની અડફેટે એક વ્યક્તિનું મોત..

દેવગઢ બારિયા તાલુકાના લવારિયા ગામે પૂરઝડપે આવતી પીક અપની અડફેટે એક વ્યક્તિનું મોત..

દાહોદ તા.૧૬

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના લવારીયા ગામે એક પીકઅપ ગાડીના ચાલકે પોતાના કબજાની પીકઅપ ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ એક વ્યક્તિને અડફેટમાં લેતાં તેમને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા. ૧૧મી ફેબ્રુઆરીના રોજ લવારીયા ગામેથી એક પીકઅપ ગાડીનો ચાલક પોતાના કબજાની પીકઅપ ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ લવારીયા ગામે ખેડા ફળિયામાં રહેતાં પર્વતભાઈ ભીખાભાઈ નાયકને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં પર્વતભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન પર્વતભાઈનું મોત નીપજતાં આ સંબંધે પ્રતાપભાઈ ભીખાભાઈ નાયકે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!